એવલોન ટેકનોલોજીસનો મેઇનબોર્ડ IPO તા. 3 એપ્રિલે મૂડીબજારમાં
SME પ્લેટફોર્મ ઉપર 6 IPOનું આક્રમણ, 3 NCD અને 2 રાઇટ્સ ઇશ્યૂ પણ નોંધાવશે હાજરી
અમદાવાદ, 2 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટ માટે વિતેલું નાણાકીય વર્ષ મિક્સ રહ્યું હતું. નવા વર્ષના પહેલાં સપ્તાહમાં એવલોન ટેકનોલોજીસ મેઇનબોર્ડમાં પ્રવેશવા સાથે IPO માર્કેટની શરૂઆત થઇ રહી છે. જ્યારે SME પ્લેટફોર્મ ઉપર પાંચ ખુલેલા અને એક નવા ખુલી રહેલા IPO સાથે કુલ 6 SME IPOની એન્ટ્રી નોંધાશે. સેબીએ છ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ રિજેક્ટ કર્યા છે તે પણ એક મોટા ન્યૂઝ છે. નામ બડે ઔર દર્શન ખોટે કહેવત અનુસાર સારી શાખ ધરાવતી કંપનીઓ દ્વારા વધુ પડતાં વેલ્યૂએશન સામે નેગેટિવ લિસ્ટિંગના કારણે રોકાણકારોને પડી રહેલા મારના કારણે સેબીએ એક્શનમાં આવવાની ફરજ પડી છે. તેથી આગામી સમયમાં વેલ્યૂએશનના નામે ચાલતી ઊઘાડી લૂંટ ઉપર સેબીનો અંકૂશ સારા પરીણામો લાવે તેવી આશા છે.
મેઇનબોર્ડની જેમજ SME પ્લેટફોર્મ ઉપર પણ પોષ્ટ લિસ્ટિંગ પોઝિટિવ રિટર્ન ધરાવતાં IPOની સંખ્યા વધી હોવાના કારણે નવાં વર્ષે SME IPOનો પ્રવાહ વધવાની ધારણા સેવાય છે. ખાસ કરીને રિટેલ રોકાણકારો પણ IPOમાં ભાગ લઇ શકે તે દિશામાં સક્રિય વિચારણા ચાલી રહી હોવાનું પણ ચર્ચાય છે.
MAIN BOARD IPO CALENDER AT A GLANCE
Company | Open | Close | Issue Price (Rs) | Issue Size (Rs Cr) |
Avalon Technologies | Apr 03 | Apr 06 | 415 to 436 | 865 |
SME IPO CALENDER AT A GLANCE
Company | Exchange | Open | Close | Issue Price (Rs) | Issue Size (Rs Cr) |
Pattech Fitwell Tube | NSE SME | Apr 05 | Apr 12 | 50 | 12 |
Sancode Technologies | BSE SME | Mar 31 | Apr 06 | 47 | 5.15 |
MOS Utility | NSE SME | Mar 31 | Apr 06 | 72 to 76 | 49.97 |
Exhicon Events Media | BSE SME | Mar 31 | Apr 05 | 61 to 64 | 21.12 |
Infinium Pharmachem | NSE SME | Mar 31 | Apr 05 | 135 | 25.26 |
Sotac Pharmaceuticals | NSE SME | Mar 29 | Apr 03 | 105 to 111 | 33.30 |
NCD ISSUES CALENDER AT A GLANCE
Company | Open | Close | Size (Rs Cr) | Size Shelf (Rs Cr) | Rating |
Kosamattam Finance | Apr 11, 2023 | Apr 25, 2023 | 150 | 300 | IND A-/Stable by India Ratings |
Indiabulls Commercial Credit | Apr 03, 2023 | Apr 19, 2023 | 200 | 1000 | CRISIL AA/Stable by CRISIL Ratings and [ICRA]AA (Stable) by ICRA |
RIGHTS ISSUES CALENDER AT A GLANCE
Company | Open | Close | Record Date | Issue price (Per Share) | Issue Size (Rs Cr) | Rights Issue Ratio |
PNB Housing Finance | Apr 13 | Apr 27 | Apr 05 | 275.00 | 2493.76 | 29:54 |
Shree Rama Multi-Tech | 75.00 | 8.66 | ||||
MKVentures Capital | Apr 17 | Apr 25, 2023 | Apr 04, 2023 | 936.00 | 39.97 | 1:8 |