ફેબ્રુઆરીમાં MFમાં નેટ ઇક્વિટી ઇનફ્લો 26% ઘટી રૂ. 29,303 કરોડ: AMFI
મુંબઇ, 12 માર્ચઃ ફેબ્રુઆરી માટે નેટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો 26 ટકા ઘટીને રૂ. 29,303.34 કરોડ નોંધાયો હતો. ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં નેટ ઇનફ્લો ઘટ્યો છે, પરંતુ સતત 48મા મહિનામાં સકારાત્મક રહેવામાં સફળ રહ્યો છે. ફેબ્રુઆરીમાં બેન્ચમાર્ક BSE સેન્સેક્સ 5.55 ટકા ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 50 5.89 ટકા ઘટ્યો હતો, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, નબળા કમાણી અને સુસ્ત અર્થતંત્રને કારણે પ્રભાવિત હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા (AMFI) દ્વારા 12 માર્ચે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં માસિક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો પ્રવાહ ઘટીને ત્રણ મહિનાના નીચલા સ્તરે રૂ. 25,999 કરોડ થયો હતો, કારણ કે બજારમાં વેચવાલી વધી હતી.

ઇક્વિટી ફંડ્સઃ જાન્યુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ પાછલા મહિનાની તુલનામાં 3.6 ટકા ઘટીને રૂ. 39,687.78 કરોડ થયો હતો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ મહિના દરમિયાન સાવચેતીભર્યું વલણ અપનાવ્યું કારણ કે ઉચ્ચ જોખમ ધરાવતા સ્મોલ-કેપ ફંડ્સમાં પ્રવાહને ફટકો પડ્યો હતો. ડેટા દર્શાવે છે કે સ્મોલ-કેપ ફંડ કેટેગરીમાં ચોખ્ખું રોકાણ 34.9 ટકા ઘટીને રૂ. 3,722.46 કરોડ થયું હતું, જ્યારે મિડકેપ ફંડ સેગમેન્ટમાં પ્રવાહ ફેબ્રુઆરી દરમિયાન 33.8 ટકા ઘટીને રૂ. 3,406.95 કરોડ થયો હતો. બીજી તરફ, લાર્જ-કેપ ફંડ્સમાં પ્રવાહ ફક્ત 6.4 ટકા ઘટીને રૂ. 2,866 કરોડ થયો હતો. ફોકસ્ડ ફંડ કેટેગરી સિવાયની તમામ ઇક્વિટી ફંડ કેટેગરીમાં ગયા મહિના દરમિયાન રોકાણપ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ડેટ ફંડ્સઃ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રૂ. 6,525.56 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે જાન્યુઆરીમાં રૂ. 1.28 લાખ કરોડનો ચોખ્ખો આઉટફ્લો હતો. અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ કેટેગરીમાં રૂ. 4,281.02 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જ્યારે મની માર્કેટ ફંડ્સમાં રૂ. 3,275.97 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો. બીજી તરફ, લિક્વિડ ફંડમાં રૂ. 4,976.97 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જ્યારે કોર્પોરેટ બોન્ડ ફંડમાં રૂ. 1,064.84 કરોડની નેટ ખરીદી જોવા મળી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)