ગ્લોબલ સર્ફેસિસનો આઇપીઓ તા. 13 માર્ચે ખુલશે

અમદાવાદ, 7 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં ધીમા સુધારાની ચાલ સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ ખાસ કરીને મેઇનબોર્ડ આઇપીઓમાં સળવળાટ શરૂ થયો છે. મેઇનબોર્ડ ખાતે ગ્લોબલ સર્ફેસનો શેરદીઠ રૂ. 133- 144ની પ્રાઇસબેન્ડ ધરાવતો આઇપીઓ તા. 13 માર્ચના રોજ ખૂલી તા. 15 માર્ચે બંધ થશે. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે તા. 6ઠ્ઠીએ મેકોન રસાયણ, તા. 8મીએ પ્રોસ્પેક્ટ કોમોડિટીઝ અને તા. 9 માર્ચના રોજ સુદર્શન ફાર્માના આઇપીઓનું ઓપનિંગ છે. આગામી સપ્તાહે તા. 14 માર્ચે બે આઇપીઓ બ્રાઇટ આઉટડોર મિડિયા અને ક્વોલિટી ફોઇલ્સના આઇપીઓ ખૂલશે.

MAIN BOARD IPO CALENDAR AT A GLANCE

CompanyOpenCloseIssue Price (Rs)Issue Size (Rs Cr)
Global SurfacesMar 13Mar 15133.00 to 140.00

SME IPO CALENDAR AT A GLANCE

CompanyExchangeOpenCloseIssue PriceRsSize (Rs Cr)
Bright Outdoor MediaBSE SMEMar 14Mar 17146.0055.48
Prospect CommoditiesBSE SMEMar 08Mar 1061.007.48
Quality Foils (India)NSE SMEMar 14Mar 1660.004.52
Sudarshan PharmaBSE SMEMar 09Mar 1471.00 to 73.0050.10
MCON RasayanNSE SMEMar 06Mar 1040.006.84

2023માં લિસ્ટેડ બન્ને મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન, 21માંથી 14 SME IPOમાં પોઝિટિવ રિટર્ન

કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મેઇનબોર્ડ ખાતે બે આઇપીઓ લિસ્ટેડ થયા છે. બન્નેમાં પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. ખાસ કરીને સાહ પોલિમર્સના આઇપીઓમાં રૂ. 65ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 80.13નો છેલ્લો બંધ ભાવ રૂ. 23.28 ટકાનું આકર્ષક રિટર્ન દર્શાવે છે. રાઇટ્સ ઇશ્યૂની વાત કરીએ તો કુલ 21 લિસ્ટેડ પૈકી 14 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. તે પૈકી Homesfy Realtyમાં સૌથી વધુ 144 ટકા અને RBM Infraconમાં 123 ટકા રિટર્ન જોવા મળી રહ્યું છે. નેગેટિવ રિટર્ન ધરાવતાં આઇપીઓમાં સૌથી વધુ નેગેટિવ રિટર્ન SVS Venturesમાં 54.4 ટકા અને Indong Teaમાં 23.46 ટકા નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે

MAIN BOARD IPO PERFORMANCE AT A GLANCE

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
Sah PolymerJan 126589.2537.31%80.1323.28%
Radiant CashJan 494104.711.38%96.973.16%

SME IPO PERFORMANCE AT A GLANCE

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
 Patron EximMar 627  26.98-0.07%
MacfosMar 1102174.871.37%165.6562.4%
 Viaz TyresMar 16268.059.76%62.71.13%
 Sealmatic IndiaMar 1225236.255%258.0514.69%
 Agarwal Float GlassFeb 234244.054.88%39-7.14%
 Lead ReclaimFeb 212527.6510.6%31.827.2%
 Indong TeaFeb 212621.8-16.15%19.9-23.46%
 Shera EnergyFeb 175767.318.07%66.115.96%
 Earthstahl & AlloysFeb 84057.7544.38%49.6324.08%
 Gayatri RubbersFeb 73036.7522.5%37.1523.83%
 Transvoy LogisticsFeb 27174.555%710%
 DHARNI CapitalJan 312020.251.25%20.251.25%
 Aristo Bio-TechJan 30728416.67%70.75-1.74%
 Ducol OrganicsJan 1978117.550.64%112.544.23%
 Eastern LogicaJan 17225283.526%222-1.33%
 Chaman MetallicsJan 163864.670%48.728.16%
 Rex SealingJan 12135143.856.56%1425.19%
 SVS VenturesJan 122021.57.5%9.12-54.4%
 Anlon TechnologyJan 10100263.65163.65%17070%
 RBM InfraconJan 43655.153.06%80.25122.92%
 Homesfy RealtyJan 2197287.9546.17%474.95141.09%