4920 સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે

13519 સ્ટાર્ટઅપ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચના સ્થાનેજૂન-22 સુધીમાં 56 ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા
50% થી વધુ સ્ટાર્ટઅપ્સ ટાયર II અને III શહેરોનાજાન્યુ.16ના 471થી 15,385% વધી જૂન-22માં 72993

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ 30 જૂન, 2022 સુધીમાં, 56 વૈવિધ્યસભર ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા આપી છે – જે ભારતને યુએસ અને ચીન પછી ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે છે. તેમાંથી, 34,473 સ્ટાર્ટઅપ્સ, અથવા 48%, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ, પુણે અને અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાંથી છે. તેનો અર્થ એ છે કે 50% થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ નોન-મેટ્રો અથવા ટાયર II અને III શહેરોના છે.

સ્ટાર્ટઅપ્સની સંખ્યા જાન્યુઆરી 2016ના 471થી 15,385% વધી જૂન 2022માં 72,993 થઇ ગઇ છે. – જે એક મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બનાવવાની તક અને સંભવિતતાનો સ્પષ્ટ સંકેત છે. તેમાંથી, 46,173 એન્ટિટીને ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં, 2019 થી 2021 દરમિયાન સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી હતી. આજે, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઓછામાં ઓછું એક એવું સ્ટાર્ટઅપ છે. સ્ટાર્ટઅપ્સ 640 જિલ્લાઓમાં ફેલાયેલા છે અને અહેવાલ મુજબ સાત લાખથી વધુ નોકરીઓ ઊભી કરી છે.

મહારાષ્ટ્ર, 13,519 સ્ટાર્ટઅપ્સ સાથે  સૌથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ ધરાવે છે. ત્યારબાદ કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા આવે છે.

ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ જેવી ઊભરતી ટેકનોલોજીસમાં 4500થી વધુ સ્ટાર્ટઅપ્સ

નોંધપાત્ર રીતે, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન અને ડેટા એનાલિટિક્સ જેવી ઉભરતી ટેક્નોલોજીને લગતા ક્ષેત્રોમાં 4,500 થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જ્યારે 3,300 થી વધુ સ્ટાર્ટઅપ્સ રિન્યુએબલ જેવા ક્લાઈમેટ-એક્શન સેક્ટરનો એક ભાગ છે.