60 ટકા પરિવારો માટે ઘર ખર્ચ ગયા મહિના કરતા 7 ટકા વધ્યો44 ટકા પરિવારોનો આવશ્યક ચીજો પાછળનો ખર્ચ વધ્યો
8 ટકા પરિવારમો માટે બિનજરૂરી ચીજો પાછળનો ખર્ચ વધ્યો37 ટકા પરિવારોનો આરોગ્ય સંબંધિત ખર્ચ વધ્યો
25 ટકા પરિવારો ગયા તહેવારોની સરખામણીમાં વધુ શોપિંગ કરશે82 ટકા લોકો તહેવારોની ખરીદી સ્થાનિક દુકાનોમાંથી કરવા માંગે છે

નવી દિલ્હી, 6 નવેમ્બર: 60 ટકા પરિવારો માટે એકંદર ઘર ખર્ચમાં વધારો થયો છે, જે અગાઉનાં મહિના કરતા સાત ટકા વધુ છે. છતાં દિવાળીની ચમક નજીક આવી રહી છે તેમ તેમ તહેવારોનો ઉત્સાહ વધી રહ્યો છે. 25 ટકા ઉત્તરદાતાઓએ આ મોસમમાં શોપિંગ માટે તૈયાર હોવાનો અભિપ્રાય આપ્યો હતો. 79 ટકા લોકોએ શોપિંગ માટે પરંપરાગત રીતે રોકડથી ખરીદી કરવાનો અભિપ્રાય આપ્યો હતો. અનેક લોકો માટે શોપિંગનું મહત્વ હતું, જેમાં 67 ટકા  લોકોએ કહ્યું કે તેઓ તહેવારો ઉજવવા કપડાંની ખરીદી કરવા થનગની રહ્યા છે. ડિજિટલ કોમર્સનાં આ યુગમાં સ્થાનિક દુકાનોમાંથી ખરીદીનો ક્રેઝ યથાવત છે, જેમાં મોટાં ભાગના લોકોએ સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરવાનો મત વ્યક્ત કર્યો હતો. કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ નવેમ્બર મહિનાનાં ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)ના તારણો પ્રસિધ્ધ કર્યા છે, જેમાં ગ્રાહક વર્તણુંક અંગેના નોંધપાત્ર અને રસપ્રદ ટ્રેન્ડ જાણવા મળ્યા છે. અહેવાલમાં વૈવિધ્યસભર ડેટા રજૂ કરવામાં આવ્યો છે.

નવેમ્બર નેટ સીએસઆઇ સ્કોર (ટકાવારીમાં વધારામાંથી ટકાવારીમાં બાદબાકી કરીને ગણવામાં આવતો) +9 હતો, જે છેલ્લાં બે મહિના કરતા 1 ટકાનો વધારો સૂચવે છે. સેન્ટિમેન્ટ એનાલિસિસ  પાંચ સંબંધિત પેટા-સૂચકાંકમાં વિભાજીત છેઃ એકંદર ઘર ખર્ચ, આવશ્યક અને અનાવશ્યક ચીજો પરનો ખર્ચ, હેલ્થકેર પરનો ખર્ચ, મિડીયા પાછળ ખર્ચની આદત, મનોરંજન અને ટુરિઝમ પાછળ ખર્ચ.

સીએસઆઇ અહેવાલ અંગે ટિપ્પણી કરતા એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ  ગુપ્તાએ જણાવ્યું હતું કે,“તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અમે ભારતમાં રિટેલ ખરીદીમાં નવો ઉત્સાહ જોઈ રહ્યા છે. પરંપરાગત દુકાનો ઓનલાઇન શોપિંગ કાર્ટની ઝડપી ક્લિક સાથે સામંજસ્ય સાધી રહ્યા છે. આ સુમેળભર્યું મિશ્રણ ભારતીય રિટેલ બજારની ક્રાંતિ સૂચવે છે, જેમાં વિશ્વાસ અને સગવડતાનું મિલન થાય છે અને લોકો ડિજિટલ માધ્યમથી પણ શોપિંગ કરી રહ્યા છે. આપણે આપણાં ઘરોમાં દિવાળીનાં દીવા પ્રજ્વલિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે માત્ર તહેવારોની જ ઉજવણી નથી કરતા પણ આશાસ્પદ ભાવિ તરફ પણ જઇ રહ્યા છીએ. એક એવું ભાવિ જ્યાં આપણી પરંપરાઓનું હૃદયથી સન્માન કરવામાં આવે છે, તેમ છતાં કોમર્સ અને ટેકનોલોજીનાં અજાણ્યા માર્ગ પર લોકો સાહસ કરે છે.”