36 % લોકો પ્રોડક્ટની માહિતીનાં પ્રાથમિક સ્ત્રોત તરીકે દુકાનદારો અને સ્થાનિક બજારોને પ્રાથમિકતા આપે છેઃ એક્સિસ માય ઇન્ડિયા જુલાઇ CSI સરવે

56 % લોકો માટે એકંદર ઘરખર્ચ વધ્યો, ગ્રામીણ ગ્રાહકોમાં વધુ (57%)31 % લોકો માટે જરૂરી ચીજો પરનો ખર્ચ વધ્યો, ગ્રામીણ ગ્રાહકોમાં 32%)
મોટા ભાગનાં લોકો માટે બિનજરૂરી ચીજો પાછળનો ખર્ચ સમાન રહ્યો, 5 %નો વધારો30 % લોકો માટે આરોગ્ય સંબંધિત ખર્ચ વધ્યો, મહિલાઓ (30%) અને 26-35YO માં વધ્યો
8% માટે મોબિલિટી વધી, 18-25YO (14%)માં સૌથી વધુ29% લોકો પ્રોડક્ટની માહિતીનાં પ્રાથમિક સ્ત્રોત માટે ઇન્ટરનેટ સર્ચ કરે છે
18-25YO સૌથી વધુ વાર ઓનલાઇન ગ્રાહકો, મહિનામાં ઓછાંમાં ઓછું એક વાર (35%) શોપિંગ કરે છેચોમાસાની ઘટ અંગે સૌથી વધુ ચિંતિત ખેડૂતો  (55%)

નવી દિલ્હી, 6 જુલાઇ: ગ્રામીણ ઘરો, પુરુષો અને 18-25 વર્ષના વયજૂથનાં લોકોમાં એકંદર ઘરખર્ચમાં વધારો થયો છે. આવશ્યક ખર્ચમાં સહેજ ઘટાડો થયો છે, ત્યારે બિનજરૂરી અને મુનસફી (વૈભવી) પ્રોડક્ટ પરનો વધારો નજીવો હતો. પ્રોડક્ટની માહિતી મેળવવાનાં પ્રાથમિક સ્રોત દુકાનદારો અને ઇન્ટરનેટ સર્ચ કરે છે. રસપ્રદ વાત એ છ કે ગ્રામીણ ગ્રાહકોમાં પણ ઓનલાઇન શોપિંગ કરવાની વૃત્તિ વધી રહી છે. કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ લેટેસ્ટ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં તારણો પ્રસિધ્ધ કર્યા છે, જે ગ્રાહક ખર્ચ વર્તણુંક અંગેની મહત્વની વિગતો પૂરી પાડે છે. તે અનુસાર જુલાઇ નેટ સીએસઆઇ સ્કોર (%વારીમાં વધારામાંથી %વારીમાં બાદબાકી કરીને ગણવામાં આવતો) +7 હતો, જે ગયા મહિના(+9).ની સરખામણીમાં ઘટાડો સૂચવે છે.

સીએસઆઇ અહેવાલ અંગે ટિપ્પણી કરતા એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઘરગથ્થુ ખર્ચ, આવશ્યક અને અનાવશ્યક ખરીદી, આરોગ્ય સંબધિત ચીજો, ગ્રાહકો દ્વારા માહિતી મેળવવાની રીત અને ઓનલાઇન શોપિંગ આદતોમાં આશ્ચર્યજનક તારણ નીકળે છે. વૈવિધ્યપૂર્ણ ઓનલાઇન ખરીદી (ખાસ કરીને ટેક-સાવી 18-25 વર્ષની વયજૂથનાં યુવાનોમાં) રિટેલર્સ માટે ઇ-કોમર્સને અપનાવવાની જરૂર પર ભાર મૂકે છે અને વ્યક્તિગત અનુભવ સુનિશ્ચિત કરે છે.

મહત્વના તારણો એક નજરે

56 % પરિવારો માટે એકંદર ખર્ચમાં વધારો થયો છે, જે ગયા બે મહિના જેટલો જ છે. ગયા મહિને +48 રહેલો નેટ સ્કોર આ મહિને +47 રહ્યો છે. ગ્રામીણ ઘરોમાં આ વધારો સહેજ ઊંચો હતો. (57%).31 % પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થુ ચીજો પાછળનો ખર્ચ વધ્યો હતો, જે ગયા મહિના કરતા 1% ઘટ્યો છે. ગયા મહિને +20 રહેલો નેટ સ્કોર આ મહિને 18 હતો. આવશ્યક ચીજો પાછળનો ખર્ચ ગ્રામીણ ગ્રાહકોમાં (32%) અને 18-25 વર્ષની વયજૂથ  (38%)માં વધ્યો હતો.
એસી, કાર અને રેફ્રીજરેટર જેવી બિનજરૂરી અને મુનસફીની પાછળનો ખર્ચ 5 % પરિવારો માટે વધ્યો હતો, જે છેલ્લાં બે મહિના જેટલો જ છે. નેટ સ્કોર આ મહિને 0 હતો, જે ગયા મહિના જેટલો જ છે.30 % પરિવારો માટે વિટામિન્સ, લેબોરેટરી ટેસ્ટસ હેલ્ધી ફુડ્સ જેવી આરોગ્ય સંબંધિત ચીજો પાછળનો ખર્ચ વધ્યો છે. 31% ગ્રાહકો, 30 % મહિલાઓ અને 26-35 વયજૂથનાં 34 % લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનો વપરાશ વધ્યો હતો.
18% પરિવારજનો માટે મિડીયા વપરાશ (ટીવી, ઇન્ટરનેટ, રેડિયો વગેરે) વધ્યો હતો, જે ગયા મહિના કરતાં 6%નો નોંધપાત્ર ઘટાડો સૂચવે છે.પરિવારો માટે એકંદર મોબિલીટી 8% વધી છે, જે ગયા મહિના જેટલી જ છે. 18-25 વય જૂથમાં મોબિલીટી સૌથી વધુ 14% હતી, જે સમાન વયજૂથમાં ગયા મહિના કરતાં 2% વધુ છે.