મુંબઈ, 11 માર્ચ: 45% મહિલાઓ સરકાર-સમર્થિત યોજનાઓનો લાભ મેળવ્યા હોવાનો સ્વીકાર કરે છે. ભારતની 63% થી વધુ મહિલાઓ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે, જે નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની તીવ્ર ઈચ્છા દર્શાવે છે. આ આંતરદૃષ્ટિ “પેનીયરબાય વીમેન ફાઈનાન્શિયલ ઈન્ડેક્સ (PWFI)”ના શીર્ષક હેઠળના સમગ્ર ભારતને આવરી લેતા સર્વેક્ષણ અહેવાલના ભાગ રૂપે રજૂ કરવામાં આવ્યો હતો, જે રિટેલ સ્ટોર્સ પર મહિલાઓ દ્વારા કરવામાં આવતા નાણાકીય વપરાશને દર્શાવે છે. કંપની દ્વારા આ સર્વેક્ષણ દેશના 5,000થી વધુ રિટેલ સ્ટોર્સમાં કરવામાં આવ્યું હતો, જેમાં તે આઉટલેટ્સમાં મહિલા ગ્રાહકોના નાણાકીય વ્યવહારોને રેકોર્ડ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટેની પસંદગીને છતી કરવામાં આવી છે, જેમાં 95% થી વધુ મહિલા ગ્રાહકો રોકડ ઉપાડ માટે AePS પર પસંદ ઉતારે છે. રોકડ લેવડદેવડ માટેનું મનપસંદ માધ્યમ રહ્યું છે, 48% મહિલાઓ તેની તરફેણ કરે છે, ત્યારે આધાર-આધારિત વ્યવહારો અને UPI QR કોડ બે આંકડામાં આગળ વધી રહ્યા છે. નોંધપાત્ર રીતે, 18-30 વર્ષની મહિલાઓ, ત્યારબાદ 31-40 વર્ષની મહિલાઓ ડિજિટલ રીતે સૌથી વધુ પારંગત છે, જે નાણાકીય વ્યવહારો તરફ તેમનો મજબૂત ઝુકાવ દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે, 41% મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના ફોનમાં કોઈપણ પેમેન્ટ એપનો ઉપયોગ નથી કરતી. રિપોર્ટ દર્શાવે છે કે 70% મહિલાઓ પાસે જન-ધન બચત ખાતા છે, જેમનો ઉપયોગ તેઓ મુખ્યત્વે રોકડ ઉપાડ માટે કરે છે. 25%થી વધુ મહિલાઓએ સ્વીકાર્યું કે તેમના બેંક ખાતાનું સંચાલન તેમની જગ્યાએ તેમના પતિ કરે છે.

બચત માટેના ટોચના ત્રણ હેતુઓમાં, ‘બાળકો શિક્ષણ’ ટોચ પર

બચત માટેના ટોચના ત્રણ હેતુઓમાં, ‘બાળકો શિક્ષણ’ ટોચ પર છે, ત્યારબાદ ‘મેડિકલ ઈમરજન્સી’ અને ‘ઘરગથ્થુ ઉપયોગ માટે ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી’ આવે છે. 54% મહિલાઓએ માસિક બચત માટે તેમની ₹750-1000ને પસંદગીની શ્રેણી તરીકે દર્શાવી હતી, જે નાણાકીય આયોજન પ્રત્યેના તેમના અભિગમને દર્શાવે છે. નોંધપાત્ર રીતે, માત્ર 27% ઉત્તરદાતાઓએ લાંબા ગાળાનું ભંડોળ એકત્રિત કરવા માટે ₹1500થી વધુની બચત કરવાનું પસંદ કર્યું. 71% મહિલાઓએ 3-5 વર્ષની બચતની મુદત સાથેના ટૂંકા ગાળાના રોકાણો તરફ વધુ ઝુકાવ દર્શાવ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે, 74% મહિલાઓ રોકાણ અંગેના નિર્ણયો લેતી વખતે તેમના પરિવારના સભ્યો પર આધાર રાખે છે, જ્યારે 11% નાણાકીય સલાહકારો પાસેથી માર્ગદર્શન મેળવે છે. 16% મહિલાઓ ઘણી વધારે જાગૃત હતી, અને 55% નાણાકીય સુખાકારી સંબંધિત વિવિધ સરકારી યોજનાઓ અને પહેલો વિશે સાધારણ રીતે જાગૃત હતી. પ્રભાવશાળી રીતે, 45% મહિલાઓએ સરકાર-સમર્થિત પહેલોના લાભ મેળવતી હોવાનો સ્વીકાર કર્યો છે, જે આ યોજનાઓનો લાભ લેતી મહિલાઓની વધતી સંખ્યા દર્શાવે છે. મહિલાઓ (29%)માં ઈન્સ્યોરન્સ પ્રોડક્ટો અંગે જાગરૂકતામાં વધારો થવા છતાં, વપરાશ 2% જેટલો ઓછો રહ્યો છે. 45% મહિલાઓએ સરકાર સમર્થિત યોજનાઓનો લાભ મેળવ્યો હોવાનું સ્વીકાર્યું છે. 68% મહિલાઓ ઔપચારિક ધિરાણ લેવાની ઈચ્છા ધરાવે છે, જે પરવડે તેવા ધિરાણના ઉપાયોની જરૂરિયાત પર ભાર મૂકે છે.

કરિયાણા અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ (27%) સૌથી વધુ ઓર્ડર થતી શ્રેણી

મહિલાઓમાં ઓનલાઈન કોમર્સની રિટેલ સ્ટોર્સ તરીકે સારી સ્વીકૃતિ જોવા મળી છે, જેમાં રોજિંદા વપરાશ માટેનાં કરિયાણા અને ઘરગથ્થુ ચીજવસ્તુઓ (27%) સૌથી વધુ ઓર્ડર કરવામાં આવતી શ્રેણી છે. ત્યારબાદ અનુક્રમે 24% અને 23% સાથે કપડાં અને એસેસરીઝ તેમજ ઘર અને રસોડાને લગતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ટ્રાવેલ બુકિંગ અને પાન કાર્ડ ઈશ્યુ થવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં 96% ઉત્તરદાતાઓએ તેમની નજીકના સ્ટોરમાંથી રેલવે ટિકિટ બુક કરવાની ઈચ્છા દર્શાવી હતી. ભારતમાં મહિલાઓ તેમની ઉદ્યોગસાહસિકતાની ભાવના પર પહેલા કરતાં વધુ ભાર આપી રહી છે, એમાં પણ 63%થી વધુ મહિલાઓ આવક વધારવા માટેના માર્ગો શોધી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)