48% લોકો તહેવારની સિઝનમાં વધારે ખરીદી કરશે

  • ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તહેવારની સિઝનમાં 20% વધુ ખરીદી કરશે: એક્સિસ માય ઇન્ડિયા સપ્ટેમ્બર CSI સર્વે
  • 61% પરિવારો માટે સંપૂર્ણ ઘરખર્ચ વધ્યો છે, નેટ સ્કોર +53
  • 46% પરિવારો માટે આવશ્યક ઉત્પાદનોનો ઉપભોગ વધ્યો છે, નેટ સ્કોરમાં +3નો વધારો
  • 37% પરિવારો માટે આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ વધ્યો છે, જે ગયા મહિનાથી 1% ટકાનો ઘટાડો છે
  • 7% પરિવારો માટે પ્રવાસમાં વધારો થયો, જે ગયા મહિનાથી 1%નો વધારો
  • 15% ખેડૂતો આગામી એક વર્ષમાં નવું ટ્રેક્ટર ખરીદવાની યોજના ધરાવે છે

મુંબઈ: કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ એના ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. તે અનુસાર 48 ટકા ઉપભોક્તાઓ બાકીના વર્ષના ગાળાની સરખામણીમાં તહેવારની સિઝન દરમિયાન વધારે ખરીદી કરવાનો અભિગમ ધરાવે છે તથા 20 ટકા ઉપભોક્તાઓ ગયા વર્ષની સરખામણીમાં તહેવારની આ સિઝનમાં વધારે ખરીદી કરવાની યોજના ધરાવે છે.
આ ઇન્ડેક્સ વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાઓના વિચારો કે અભિપ્રાયોનું માસિક વિશ્લેષણ છે. સપ્ટેમ્બરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો જેવા મુખ્ય તમામ પેટાસૂચકાંકો સુધારો કે વધારો થયો છે તથા પરિવહન કે અવરજવરમાં વધારો થયો છે. જોકે મીડિયા ઉપભોગ અને ઘરનો સંપૂર્ણ ખર્ચનું સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જળવાઈ રહ્યું છે. આ મહિનાના સર્વેમાં એવો ખુલાસો પણ થયો છે કે, સપ્ટેમ્બરમાં નેટ CSI સ્કોર +10 છે, જે ગયા મહિને +9 હતો, જે 1 પોઇન્ટનો વધારો/ઘટાડો સૂચવે છે. આ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીમાં વધારામાંથી ઘટાડાને બાદ કરીને થાય છે. CSI રિપોર્ટ પર એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, મહામારી અને તેની સાથે સંબંધિત નિયંત્રણોને કારણે તહેવારની છેલ્લી બે સિઝનમાં સમાધાન કર્યા પછી ચાલુ વર્ષે ઉપભોક્તાઓ તહેવારો દરમિયાન વધારે ખરીદી કરવાની અપેક્ષા ધરાવે છે. આ સેન્ટિમેન્ટ ભારતીય ખેડૂતો વચ્ચે પણ જોવા મળે છે, જેમાં નોંધપાત્ર રીતે 15 ટકા ઉત્તરદાતાઓએ આગામી એક વર્ષમાં બ્રાન્ડ નવું ટ્રેક્ટર ખરીદવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.