મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,85,411 સોદાઓમાં કુલ રૂ.19,528.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9356.18 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10144.91 કરોડનો હતો.

દરમિયાન, શુક્રવાર, 17 ફેબ્રુઆરીથી નવા શરૂ થયેલા જસત-મિની વાયદાને સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્ર સુધમાં 527 સોદાઓમાં રૂ.14.62 કરોડનાં 543 ટનનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 91 ટનના સ્તરે રહ્યો હતો. જસત-મિનીનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.269.15ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.270.40 અને નીચામાં રૂ.167.85 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે 75 પૈસા નરમ રહી રૂ.268.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીનો વાયદો રૂ.1,199 ઘટ્યો, સોનામાં રૂ.413ની નરમાઈ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 91,008 સોદાઓમાં કુલ રૂ.5,953.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,975ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,975 અને નીચામાં રૂ.55,691ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.413 ઘટી રૂ.55,815ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.235 ઘટી રૂ.44,587 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.40 ઘટી રૂ.5,501ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,348ના ભાવે ખૂલી, રૂ.389 ઘટી રૂ.55,840ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,228ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,228 અને નીચામાં રૂ.64,400ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1199 ઘટી રૂ.64,434ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1057 ઘટી રૂ.64,817 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,030 ઘટી રૂ.64,844 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,261 સોદાઓમાં રૂ.1,330.13 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.210.30 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.60 ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.45 ઘટી રૂ.772.05 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.

ક્રૂડ તેલ પણ રૂ.168 ડાઉન

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 46,385 સોદાઓમાં કુલ રૂ.2,051.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,474ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,474 અને નીચામાં રૂ.6,320ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.168 ઘટી રૂ.6,332 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.50 ઘટી રૂ.193.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 291 સોદાઓમાં રૂ.20.76 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,420 અને નીચામાં રૂ.63,220ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.63,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5 વધી રૂ.1014.30 થયો હતો.