મુંબઈ, 28 સપ્ટેમ્બર: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં જાણવા મળ્યું છે કે,

76%વિદેશી પ્રવાસ કરતાં લોકોએ ટ્રીપ
માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લીધો
92%આગલી ટ્રીપ માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
લેવાનું વલણ ધરાવે છે
73%એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વ
અંગે જાગૃતતા દર્શાવી
78%ના દરે બાળકો સાથે પરિણીત યુગલો
સૌથી વધુ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લે છે

ICICI લોમ્બાર્ડના હેડ – માર્કેટિંગ, સુશ્રી શીના કપૂરે જણાવ્યું કે, “આ આંકડા પ્રવાસીઓમાં તેમના પ્રવાસના અનુભવોને સુરક્ષિત રાખવા અને અણધારી ઘટનાઓ સામે પોતાને બચાવવા માટે વધતી જાગૃતતા દર્શાવે છે. તે જોવું ખરેખર પ્રોત્સાહક છે કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગે હવે પાછળથી વિચાર કરાતો નથી અને મોટાભાગના ઉત્તરદાતાઓ સક્રિય રીતે તેના પર પસંદગી ઉતારે છે. વધુમાં, કૌટુંબિક તબક્કાઓ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જાગૃતિ વચ્ચેનો સહસંબંધ એ એક નોંધપાત્ર શોધ છે, જે દર્શાવે છે કે લોકો તેમના ટ્રાવેલ પ્લાન્સને સુરક્ષિત રાખવાના મહત્વને વધુને વધુ ઓળખી રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેઓ જીવનના વિવિધ તબક્કાઓમાંથી આગળ વધે છે.