88%થી વધુ ઇક્વિટી લાર્જ-કેપ ફન્ડ્સનો 2022માં બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ
76.9 ટકા ભારતીય ELSS ફન્ડ્સની ઇન્ડેક્સ કરતાં નબળી કામગીરી
મુંબઇ, 11 એપ્રિલ: S&P ઇન્ડાઇસિસ વર્સેસ એક્ટિવ ફન્ડ્સ (SPIVA) ઇન્ડિયા સ્કોરકાર્ડ અનુસાર મોટાં ભાગનાં ભારતીય લાર્જ-કેપ ઇક્વિટી ફન્ડોનો દેખાવ બેન્ચમાર્ક કરતાં નીચો રહ્યો હતો. સારી 88 ટકા એક્ટિવલી મેનેજ્ડ ફન્ડ્સે S&P BSE 100ની સરખામણીમાં નબળો દેખાવ કર્યો હતો. આ જ સમયગાળામાં ભારતીય ઇક્વિટી મિડ-સ્મોલ કેપ ફન્ડ્સ માટેનો બેન્ચમાર્ક S&P BSE 400 મિડ-સ્મોલ કેપ ઇન્ડેક્સ 2 ટકા વધ્યો હતો અને 55 ટકા એક્ટિવ મેનેજર્સે ઇન્ડેક્સની સરખામણીમાં નબળી કામગીરી કરી હતી, જ્યારે S&P BSE 200 ઇન્ડેક્સ 6 ટકા વધ્યો હતો, જ્યારે 77 ટકા ભારતીય ELSS ફન્ડોએ ઇન્ડેક્સ કરતાં નબળો દેખાવ કર્યો હતો.
50% ફન્ડોએ ડિસેમ્બર 2022માં 10 વર્ષમાં S&PBSE 400 મિડ સ્મોલકેપ ઇન્ડેક્સ કરતાં સારું વળતર આપ્યું
ઇન્ડેક્સ પ્રોવાઇડર S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસ (“S&P DJI”) એ જાહેર કરેલાં વર્ષ 2022 માટેના S&P ઇન્ડાઇસિસ વર્સેસ એક્ટિવ ફન્ડ્સ (SPIVA) ઇન્ડિયા સ્કોરકાર્ડ અનુસાર લાંબે ગાળે ભારતીય ઇક્વિટી મિડ/ સ્મોલ કેપ ફન્ડોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેમાંના 50 ટકા ફન્ડોએ ડિસેમ્બર 2022માં પૂરા થયેલા 10 વર્ષનાં સમય ગાળામાં S&P BSE 400 મિડ સ્મોલ કેપ ઇન્ડેક્સ કરતાં સારું વળતર આપ્યું હતું. આ 10 વર્ષનાં સમયગાળામાં 60 ટકાથી વધુ ફન્ડે ભારતીય ઇક્વિટી મિડ સ્મોલ કેપ સિવાયની તમામ કેટેગરીમાં અન્ડરપર્ફોર્મ કર્યુ હતું. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે 2022માં S&P BSE ઇન્ડિયા ગવર્મેન્ટ બોન્ડ ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે એક તૃતીયાંશથી ઓછા એક્ટિવ મેનેજરોએ 2022માં બેન્ચમાર્ક કરતાં સારી કામગીરી કરી હતી અને અન્ડરપર્ફોર્મન્સ રેટ 68 ટકા હતો. સમાન સમયગાળામાં ભારતીય કોમ્પોઝિટ બોન્ડ ફન્ડે શ્રેષ્ઠ કામગીરી કરી હતી, જેમાં માત્ર 45 ટકાએ જ S&P BSE ઇન્ડિયા બોન્ડ ઇન્ડેક્સ કરતાં અન્ડરપર્ફોમ કર્યું હતું.
S&P BSE500 મિડસ્મોલકેપ ઇન્ડેક્સનો S&P BSE200 કરતાં 4 ટકા નબળો દેખાવ
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસના ડાયરેક્ટર, ઇન્ડેક્સ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બેન્ડેક વોરોસે જણાવ્યું હતું કે, 2022માં ભારતીય બજારોએ વૈશ્વિક બજારો કરતાં ઘણો સારો દેખાવ કર્યો હતો. પ્રથમ છ માસમાં મુખ્ય ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ બેન્ચમાર્ક ઘટ્યો હતો પણ વર્ષનાં અંતિમ છ મહિનામાં તેણે નોંધપાત્ર રિકવરી કરી હતી. ધિરાણનાં નિયમો કડક કરવાની મોટી અસર નાની કંપનીઓ પર પડી હતી. S&P BSE 500 મિડસ્મોલ કેપ ઇન્ડેક્સે S&P BSE 200 કરતાં ચાર ટકા નબળો દેખાવ કર્યો હતો, જે 2019 પછી સૌથી નબળો હતો.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે SPIVA ઇન્ડિયા સ્કોરકાર્ડમાં ભારતીય ELSS ફન્ડોએ તમામ કેટેગરીમાં બીજા ક્રમનો ઊંચો લોંગ ટર્મ સર્વાઇવલ રેટ હાંસલ કર્યો હતો, જેમાંથી 77.8 ટકા ફન્ડો 10 વર્ષ પછી પણ અસ્તિત્વમાં છે. દરમિયાન, 76.9 ટકા ભારતીય ELSS ફન્ડોએ ઇન્ડેક્સ કરતાં નબળી કામગીરી કરી હતી. 10 વર્ષનાં સમયગાળામાં કેટલાંક ફન્ડો સુધર્યા હતા, જ્યારે 63.9 ટકા ફન્ડોએ બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી હતી.
Percentage of Funds Outperformed by the Index (Based on Absolute Return)
Fund Category | Comparison Index | 1-Year (%) | 3-Year (%) | 5-Year (%) | 10-Year (%) |
Indian Equity Large-Cap | S&P BSE 100 | 87.50 | 96.67 | 93.75 | 67.91 |
Indian ELSS | S&P BSE 200 | 76.92 | 69.77 | 95.35 | 63.89 |
Indian Equity Mid- /Small-Cap | S&P BSE 400 Mid Small Cap Index | 54.90 | 58.33 | 44.83 | 50.00 |
Indian Composite Bond | S&P BSE India Bond Index | 45.39 | 71.33 | 95.77 | 98.17 |
Indian Government Bond | S&P BSE India Government Bond Index | 68.00 | 70.83 | 71.05 | 82.98 |
Source: S&P Dow Jones Indices LLC, Morningstar, and Association of Mutual Funds in India. Data as of Dec. 31, 2022. Returns are shown in INR. Past performance is no guarantee of future results. Table is provided for illustrative purposes.