ગુવારેક્સમાં ઘટાડોઃ ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર
હાજર બજારોમાં નિરસ ખરીદી અને વાયદામાં રાહ જોવાની માનસિકતાનાં કારણે કૄષિ કોમોડિટીમાં નરમાઇ જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે ૭૮૦૪.૯૦ ખુલી સાંજે ૭૬૬૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૦૨ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૬૦ તથા નીચામાં ૭૬૬૮ રૂપિયા થઇ સાંજે ૭૬૯૩ રૂપિયા બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૩૦૩ સોદા સાથે કુલ ૨૪ કરોડ રુપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા કુલ ૩૫૭ રહ્યા હતા. ઓપ્શનનાં સોદામાં કુલ ૧૨ કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા.
એનસીડેક્સ ખાતે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૪૯ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમના વાયદા ૨૬૪ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરુ, કપાસ, સ્ટીલ, તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડાનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૭૨૩૬ રૂપિયા ખુલી ૭૨૪૦ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૭૦ રૂપિયા ખુલી ૧૪૭૦ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૯૨૨ રૂપિયા ખુલી ૨૯૧૩ રૂપિયા, ધાણા ૧૧૩૯૬ રૂપિયા ખુલી ૧૧૨૯૨ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૦૦૬ રૂપિયા ખુલી ૫૯૨૭ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૬૪૦ રૂપિયા ખુલી ૧૧૩૦૯ રૂપિયા, જીરાનાં ભાવ ૨૦૮૭૦ રૂપિયા ખુલી ૨૦૭૫૦ રૂપિયા, કપાસનાં ભાવ ૧૭૯૮.૦૦ રૂપિયા ખુલી ૧૮૦૨.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૫૬૩૦૦ ખુલી ૫૪૮૦૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૮૧૮૦ રૂપિયા ખુલી ૮૧૪૪ રૂપિયા બંધ રહ્યા હતા.
એનસીડેક્સ ખાતે એરંડાનાં વાયદામાં કુલ ૧૪૫૮૫ ટન, દિવેલનાં વાયદામાં ૨ ટન, કપાસિયા ખોળમાં ૭૦૪૨૦ ટન, ધાણામાં ૬૯૯૦ ટન, ગુવાર ગમમાં ૨૨૭૫૫ ટન, ગુવાર સીડમા ૪૧૧૬૫ ટન, જીરામાં ૮૯૩૧ ટન, કપાસનાં વાયદામાં ૧૪ ગાડી, સ્ટીલનાં વાયદામાં ૬૦ ટન, તથા હળદરનાં વાયદામાં ૭૩૨૦ ટનનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે એરંડામાં ૧૦૬ કરોડ, દિવેલમાં ૧ કરોડ, કપાસિયા ખોળમાં ૨૧૦ કરોડ, ધાણામાં ૮૦ કરોડ, ગુવાર ગમમાં ૨૬૫ કરોડ ગુવાર સીડમાં ૨૪૯ કરોડ, જીરામાં ૧૮૭ કરોડ, કપાસમાં ૧ કરોડ, સ્ટીલમાં ૧ કરોડ તથા હળદરનાં વાયદામાં ૬૦ કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ ૧૮૭૧૦ સોદામાં કુલ ૧૧૮૦ કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા.