PNB હાઉસિંગ ફાઇનાન્સનો રાઈટ્સ ઈશ્યૂ 1.21 ગણો ભરાયો

મુંબઈ, 28 એપ્રિલ: PNB હાઉસિંગ ફાઈનાન્સનો રૂ. 2,493.76 કરોડ સુધીના રાઇટ્સ શેર્સ માટેનો રાઇટ્સ ઇશ્યૂ 1.21 ગણો ભરાવા સાથે તકા. 27 એપ્રિલના રોજ બંધ થયો છે.
આ અંગે PNB હાઉસિંગ ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગિરીશ કૌસગીએ કહ્યું, કે રાઇટ્સ ઇક્વિટી શેર્સની ફાળવણી 4 મે, 2023ના રોજ અથવા તેની આસપાસ થશે. રાઈટ્સ ઇક્વિટી શેર્સ 11 મે, 2023 ના રોજ અથવા તેની આસપાસ BSE અને NSE પર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પારિબા, બીઓએફએ સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ અને જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રાઈટ્સ ઈશ્યૂના લીડ મેનેજર તરીકે કામ કરે છે.