મુંબઈ, 7 ફેબ્રુઆરી: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે બિઝનેસ સાયકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ સ્કીમ્સને અનુસરે છે.

આ ફંડ ટોપ-ડાઉન અને બોટમ-અપ અભિગમ અપનાવશે અને વિવિધ માર્કેટ કેપ્સ, સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરીને પોર્ટફોલિયો ડાયવર્સિફાઇ કરવા તથા વિકાસના તબક્કામાં રહેલા સ્ટોક્સ તથા સેક્ટર્સ પર ધ્યાન આપશે અને નિફ્ટી 500 ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક કરાશે.

એનએફઓમાં લઘુતમ રોકાણ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. એસઆઈપી રોકાણો માટે લઘુતમ અરજીની રકમ રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. ફંડ ફાળવણીની તારીખે કે તેના ત્રણ મહિના પહેલા રિડીમ કે સ્વિચ આઉટ કરેલા યુનિટ્સ માટે 0.50 ટકા એક્ઝિટ લોડ લેશે. જો યુનિટ્સ ત્રણ મહિના પછી રિડીમ કે સ્વિચ આઉટ કરાશે તો કોઈ એક્ઝિટ લોડ લેવામાં નહીં આવે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) આજથી (06 ફેબ્રુઆરી, 2025)થી ખૂલે છે અને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ બંધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)