Ambuja Cementsનો Q4 નફો 1.62% વધ્યો, રૂ. 2.50 ડિવિડન્ડ
અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ કંપનીએ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 502.40 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 494.41 કરોડ સામે 1.62 ટકા વધ્યો છે. કુલ આવકો 3 ટકા વધી રૂ. 4430.28 કરોડ થઈ હતી. જે ગતવર્ષે ર. 3958.79 કરોડ હતી. શેરદીઠ કમાણી 2.53 રહી હતી. કોન્સોલિડેટ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં ઘટ્યો છે. Q4-22માં રૂ. 856.46 કરોડ સામે ઘટી Q4-23માં રૂ. 763.30 કરોડ નોંધાયો હતો. જો કે, કોન્સોલિડેટેડ કુલ આવકો વધી રૂ. 8250.45 કરોડ થઈ હતી. કંપનીએ રૂ. 2.50 ડિવિડન્ડ જાહેર કર્યું છે. EBITDA ગ્રોથ 35 ટકા વધી રૂ. 962 કરોડ થયો હતો. ટ્રેઝરી આવકો ત્રિમાસિક ધોરણે 23 કરોડ થતાં કાર્યકારી મૂડીમાં સુધારો જોવા મળ્યો હતો.
અંબુજા સિમેન્ટના ડિરેક્ટર અને સીઈઓ અજય કપૂરે જણાવ્યું હતું કે, અંબુજા સિમેન્ટની મજબૂત કામગીરી કંપનીની બિઝનેસ શ્રેષ્ઠતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને સિનર્જી પર અમારી વ્યૂહાત્મક પહેલો દ્વારા પ્રેરિત છે. ESG મોરચે, અમે અમારી આસપાસના સમુદાયના જીવનમાં પરિવર્તન કરવાનું ચાલુ રાખીએ છીએ અને અમારા તમામ ઓપરેશનલ અને વૃદ્ધિ આયોજનમાં સતત ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.