NCDEX ખાતે જીરા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો
મુંબઇ, તા. ૧૦ મે ૨૦૨૩: હાજર બજારોમાં અચાનક નીકળેલી લેવાલીનાં કારણે કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૧૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરૂ તથા હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૭૪ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૩૩૧ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ,ગુવાર સીડ, જીરુ કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ અને ઇસબગુલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૮૩૬ રૂ. ખુલી ૫૯૫૯ રૂ., દિવેલનાં ભાવ ૧૨૦૭ રૂ. ખુલી ૧૨૦૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૪૦ રૂ. ખુલી ૨૭૨૬ રૂ., ધાણા ૬૭૯૮ રૂ. ખુલી ૬૮૭૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૨૦ રૂ. ખુલી ૫૭૩૪ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૫૮૬ રૂ. ખુલી ૧૧૬૨૦ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૮૦૦ રૂ. ખુલી ૨૪૫૭૫ રૂ., જીરાનાં ભાવ ૪૭૧૦૦ રૂ. ખુલી ૪૭૮૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૪.૦૦ રૂ. ખુલી ૧૬૧૬. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૪૮૪૦ ખુલી ૪૫૨૭૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૪૪૦ રૂ. ખુલી ૭૫૬૪ રૂ. બંધ રહ્યા હતા.