અમદાવાદ, 14 મે: સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) 2030 હેઠળ, સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર, વેસ્ટ (કચરો) અને પ્રદૂષણ ઘટાડવા પર ભાર મુકવામમાં આવ્યો છે જેમાં સ્ક્રેપ મેટલ રિસાયક્લીંગ ઉદ્યોગ કાર્બન ન્યુટ્રલાઇઝેશન ટાર્ગેટ્સ અને સર્ક્યુલર અરંથતત્રના લાભો હાંસલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે. આપણા મોટા ભાગના કુદરતી સંસાધનો મર્યાદિત છે મેટલ સેક્ટરને તેના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને સર્ક્યુલર અર્થતંત્રના મોડલમાં મોખરે રહેવાની જરૂર છે ઉપરાંત ધાતુઓની સહજ સંભાવનાને ધ્યાનમાં રાખીને બિઝનેસ મોડલ્સને અનુરૂપ અને અનુકૂલનક્ષમ 6Rના સિદ્ધાંતને અપનાવવાની જરૂર છે જેમાં રિડ્યૂસ, રિસાયકલ, રિયૂઝ, રિકવર, રિડિઝાઇન અને રિમેન્યુફેક્ચરનો સમાવેશ થાય છે.

AKAM– સર્ક્યુલર ઇકોનોમિ કેમ્પેન-2023 હેઠળ 75 કાર્યક્રમોનું આયોજન

“આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM) – સર્ક્યુલર ઇકોનોમિ કેમ્પેન-2023”ની ઉજવણીની યાદગીરીમાં 75 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં કોન્ફરન્સ, પ્લાન્ટ મુલાકાત અને ભારત સરકારના ખાણ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય દ્વારા JNARDDC અને મટીરિયલ રિસાયક્લીંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MRAI)ના સહયોગમાં ઍકેડમિકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની થીમ પર્યાવરણ માટે સસ્ટેનેબિલીટી/લાઇફસ્ટાઇલ (LiFE) છે. આ ઝુંબેશ હેઠળ, મટિરિયલ રિસાયક્લિંગ એસોસિએશન ઑફ ઈન્ડિયા અને જવાહરલાલ નેહરુ ખાણ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય 4થી સ્ક્રેપ રિસાયક્લિંગ (ફેરસ અને નોન-ફેરસ) અને વેસ્ટ યુટિલાઈઝેશન ડ્રાઈવનું આયોજન ખાણ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય “સસ્ટેનેબલ એન્ડ સર્ક્યુલર ભારત: મેટલ પ્રોસેસિંગમાં ઝીરો વેસ્ટ તરફ”ના નેજા હેઠળ 16મી મે 2023ના રોજ સાંજે 6.00 વાગ્યાથી હોટેલ હયાત રીજન્સી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. સ્ટીલ મંત્રાલયના સચિવ નાગેન્દ્ર નાથ સિંહાએ અમને આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા સંમતિ આપી છે. ખાણ મંત્રાલયના સંયુક્ત સચિવ યુ સી જોશી આ કાર્યક્રમ માટે અમારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન, અમે ફક્ત IIT ગાંધીનગરની સહભાગિતા સાથે આમંત્રણ દ્વારા અમદાવાદ ખાતે GR Metalloys, Arfin India, MTC Business, Laxcon Steels and Electrotherm (India) ખાતે પ્લાન્ટ મુલાકાતનું પણ આયોજન કરી રહ્યા છીએ. અમદાવાદ એ નોન-ફેરસ રિસાયક્લિંગ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ રિસાયક્લિંગ હબ છે જે ઓટોમોબાઈલ, પાવર, ફાઉન્ડ્રી વગેરેને પૂરું પાડે છે. તે સ્ટેનલેસ સ્ટીલ બિઝનેસ માટે પણ એક મહત્વપૂર્ણ ક્લસ્ટર છે.

કોન્ફરન્સનો ઉદ્દેશ સ્ક્રેપ રિસાયક્લિંગ અને વેસ્ટ યુટિલાઇઝેશન વિશે જાગૃતિ લાવવાનો

આ કોન્ફરન્સનો ઉદ્દેશ સ્ક્રેપ રિસાયક્લિંગ અને વેસ્ટ યુટિલાઇઝેશન વિશે જાગૃતિ લાવવાનો અને પડકારરૂપ ઉદ્યોગ મુદ્દાઓને સમજવાનો છે. એકંદરે, આ પ્રોગ્રામને ઓલ ઈન્ડિયા નોન-ફેરસ મેટલ એક્ઝિમ એસોસિએશન (ANMA)દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે નોન-ફેરસ રિસાયક્લિંગ બિઝનેસના 150થી વધુ સભ્યો ધરાવે છે. ANMA અને ઇલેક્ટ્રોથર્મે પણ કોન્ફરન્સને સ્પોન્સર કરી છે. તેનો હેતુ કચરાના ઉપયોગ અને સ્ક્રેપ રિસાયક્લિંગ ઉદ્યોગ વિશે વધુ જાગૃતિ લાવવા અને તેમના ઉત્પાદન અને સમગ્ર પુરવઠા શ્રૃંખલામાં સ્થિરતા-આધારિત ફેરફારોને અનુકૂલિત કરવાનો પણ છે જેમાં મેટલ ઉદ્યોગના યોગદાનને ટકાઉ સમાજ બનાવવા માટે પ્રતિબદ્ધતા સાથે તમામ હિતધારકોનો સમાવેશ થાય છે. આ ઝુંબેશ શૂન્ય કાર્બન ઉત્સર્જન અને ઝીરો વેસ્ટ હાંસલ કરવા માટે નવી ટેકનોલોજીને અપનાવવા પર વધુ ભાર મૂકે છે, જે આપણને ટકાઉ વિકાસ લક્ષ્ય હાંસલ કરવામાં સક્ષમ બનાવશે અને વડાપ્રધાનના મિશન LiFEને સાકાર કરશે જે પર્યાવરણના રક્ષણ અને જતન માટે “વિવેકહીન અને વિનાશક વપરાશને બદલે સચેત અને ઇરાદાપૂર્વક ઉપયોગ” માટેની ચળવળ છે.