મુંબઇ, 15 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે સોમવારે ડેટ ફંડ લોંચ કર્યું હતું, જે રોકાણકારોને ઊંચા વ્યાજદરો માટે તેમના રોકાણોને લોક-ઇન કરવા, લાંબાગાળે સંપત્તિ સર્જન કરવા તથા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સક્ષમ કરશે.

કંપનીના ફ્લેગશીપ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) સાથે આ ફંડ રોકાણ માટે ઉપલબ્ધ છે. યુલિપ ગ્રાહકોને જીવન કવચની વિશિષ્ટ દરખાસ્ત, પરિવારને નાણાકીય સલામતી તથા લાંબાગાળે સંપત્તિ સર્જનની સુવિધા પ્રદાન કરે છે. ICICI પ્રુ કોન્સ્ટન્ટ મેચ્યોરિટી ફંડ 15 મે, 2023થી યુનિટ લિંક્ડ પ્રોડક્ટ્સ સાથે ઉપલબ્ધ છે. યુલિપમાં રોકાણ કર લાભો આપે છે. જો રૂ. 2.5 લાખ સુધીનું વાર્ષિક રોકાણ કરવામાં આવે અને વાર્ષિક પ્રીમિયમનું 10 ગણું જીવન કવચ હોય તો પાકતી મુદ્દતની રકમ ગ્રાહકો માટે કરમુક્ત હોય છે.

ગ્રાહકો પાસે કંપનીની યુલિપ ઓફરિંગ્સ જેમકે ICICI પ્રુ સિગ્નેચર, ICICI પ્રુ સ્માર્ટ લાઇફ અને ICICI પ્રુ લાઇફટાઇમ ક્લાસિક જેવી ઓફરિંગ્સ દ્વારા આ ફંડમાં રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ફિક્સ્ડ ઇન્કમના વડા અરૂણ શ્રીનિવાસને કહ્યું હતું કે, વ્યાજદરોની સાઇકલ તેના ટોચના સ્તરની નજીક છે ત્યારે ગ્રાહકો પાસે ICICI પ્રુ કોન્સટન્ટ મેચ્યોરિટી ફંડમાં રોકાણને ચેનલાઇઝ કરવાની ઉત્તમ તક છે. મૂડી સલામતી અને લાંબાગાળે સંપત્તિ સર્જન માટે યુલિપ ડેટ ફંડમાં તેમની બચતનો હિસ્સો ફાળવવા અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના હેડ ઓફ પ્રોડક્ટ્સ શ્રીનિવાસ બાલાસુભ્રમનિયને કહ્યું હતું કે, ICICI પ્રુ કોન્સટન્ટ મેચ્યોરિટી ફંડ અમારી લિંક્ડ સેવિંગ્સ પ્રોડક્ટ્સ સાથે ઉપલબ્ધ બનશે. યુલિપ ગ્રાહકોને લાંબાગાળાની બચતોની રચના કરવા માટે કર-કાર્યક્ષમ રીત પણ ઓફર કરે છે, જેમાં તેઓ વાર્ષિક રૂ. 2.5 લાખ સુધીનું રોકાણ કરીને કર-મુક્ત પાકતી રકમ પ્રાપ્ત કરી શકે છે.