ફ્લોર પ્રાઇસ ફેસવેલ્યુ કરતાં 27 ગણી, કેપ પ્રાઇસ ફેસવેલ્યુ કરતાં 28.5 ગણી

અમદાવાદ, 5 જૂનઃ ભારતમાં લાઇટ એમિટિંગ ડાયોડ (LED) લાઇટિંગના નિર્માતા IKIO લાઇટિંગ લિમિટેડ રૂ. 607 કરોડના IPO સાથે તા. 6 જૂનના રોજ (મંગળવારે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રૂ.10ની ફેસવેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરની ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ રૂ. 270થી 285 નિર્ધારિત કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 52 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 52 ઇક્વિટી શેરના ગુણાંક માટે બિડ કરી શકે છે. ઈશ્યૂ તા.8 જૂનના રોજ બંધ થશે. IPO અંતર્ગત ઇક્વિટી શેર દીઠ Rs 10ની ફેસ વેલ્યુ સાથેની ઑફરમાં Rs 350 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને ઑફર-ફોર-સેલ (OFS) હેઠળ 90 લાખ ઇક્વિટી શેર વેચશે.  50 ટકા હિસ્સો ક્યુઆઈબી માટે, 15 ટકા હિસ્સો એનઆઈઆઈ અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખ્યો છે.

IPO  OPEN ON6 JUNE
IPO CLOSES8 JUNE
Face Value₹10 per share
Price band₹270 – 285
Lot Size52 Shares
Total Issue Size₹607.00 Cr
Fresh Issue₹350.00 Cr
Offer for Sale9,000,000 shares
Issue TypeBook Built Issue IPO
Listing AtBSE, NSE

કંપની વિશેઃ કંપની મુખ્યત્વે “ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર” (ODM)  અને ઉત્પાદનો ડિઝાઇન કરે છે, વિકસાવે છે, ઉત્પાદન અને સપ્લાય કરે છે. જેઓ આ પ્રોડક્ટ્સને તેમની સ્વયંની બ્રાન્ડ હેઠળ વિતરિત કરે છે. કંપની ગ્રાહકો દ્વારા ડિઝાઈન કરેલા ઉત્પાદનોના વિકાસ, પ્રોડક્ટ અને સપ્લાય કરવા માટે ગ્રાહકો સાથે પણ કામ કરે છે. પ્રોડક્ટ્સને LED લાઇટિંગ, રેફ્રિજરેશન લાઇટ્સ, ABS (એક્રીલોનિટ્રાઇલ બ્યુટાડીન સ્ટાયરીન) પાઇપિંગ અને અન્ય પ્રોડક્ટ્સના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કંપની દ્વારા ઉત્પાદિત સાધનો અને સિસ્ટમોનો ઉપયોગ રહેણાંક, ઔદ્યોગિક અને વ્યાપારી લાઇટિંગ સહિત વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

કંપનીના મુખ્ય ગ્રાહકોઃ IKIO લાઈટનિંગનો સૌથી મોટો ગ્રાહક સિગ્નિફાઈ ઈનોવેશન ઈન્ડિયા લિમિટેડ છે. F&S રિપોર્ટ અનુસાર ભારતના ટ્રુ-બ્લુ ડેકોરેટિવ લાઇટિંગ સેગમેન્ટમાં 10% બજાર હિસ્સો (ઝુમ્મર, વોલ લાઇટ્સ, પેન્ડન્ટ્સ, આઉટડોર લાઇટ્સ સહિત) કંપની પાસે ઉદ્યોગ ક્ષેત્રો અને ભૌગોલિક ક્ષેત્રોમાં વૈવિધ્યસભર ગ્રાહક આધાર પણ છે જેમાં વેસ્ટર્ન રેફ્રિજરેશન પ્રાઇવેટ લિમિટેડ, પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોવેચર ઇલેક્ટ્રિકલ એન્ડ ડિજિટલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ વગેરે સમાવિષ્ટ છે.

કંપની પરિણામ એક નજરેઃ

વિગતકુલ આવકચોખ્ખો નફોનેટવર્થકુલ દેવું
31-Mar-20221.8321.4135.9046.86
31-Mar-21214.5728.8162.8669.36
31-Mar-22334.0050.52108.87106.56
31-Dec-22332.7951.35140.83136.33

ફંડામેન્ટલ્સ એટ એ ગ્લાન્સઃ કોન્સોલિડેટેડના આધારે IKIO લાઇટિંગ લિમિટેડનો રેવેન્યૂ 2020-21માં  55.47%, 2021-22માં 75.37 ટકા વધી છે. કંપનીનું રિટર્ન ઑન નેટ વર્થ (RoNW) 46.40% છે, જ્યારે તેના લિસ્ટેડ પીઅર્સ ડિક્સન ટેક્નોલોજીસનો રિટર્ન ઑન નેટ વર્થ 19.08%, એમ્બર એન્ટરપ્રાઇઝિસનો 6.30%, સિરમા એસજીએસ ટેકનોલોજી 10.29%, એલિન ઇલેક્ટ્રોનિક્સનો  12.93% રહ્યુંછે. ચોખ્ખો નફો સતત વધ્યો છે, સાથે દેવામાં પણ બમણો વધારો થયો છે.

IPOનો હેતુઃ કંપની IPO મારફત એકત્રિત ફંડનો દેવાંની ચૂકવણી, તેમજ કંપનીની પેટા કંપની માટે નોઈડામાં નવી ફેસિલિટી સ્થાપિત કરવા રોકાણ અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરશે.

ગ્રે માર્કેટ પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં IKIO લાઇટિંગના IPO માટે 32 ટકાથી વધુ પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. રૂ. 285ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 90 ગ્રે પ્રિમિયમ જોવા મળ્યા છે. જેના ગ્રે માર્કેટ કોષ્ટક રૂ. 500 અને સબ્જેક્ટ ટુ સોદા રૂ. 2000 આસપાસ છે.

લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર અને  KFin ટેક્નોલોજીસ લિમિટેડ ઑફરના રજિસ્ટ્રાર છે.