પારાદીપ ફોસ્ફેટનો આઇપીઓ આજે રૂ. 42ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 43.55ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 47.25 થયો હતો. પરંતુ હેવી પ્રોફીટ બુકીંગના કારણે એક તબક્કે નીચામાં 42.95 થઇ છેલ્લે રૂ. 43.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1.95 (4.64 ટકા) રિટર્ન પ્રથમ દિવસે આપી રહ્યો છે. મેઈન બોર્ડ ખાતે આજે પારાદીપ ફોસ્ફેટનો રૂ.42ની પ્રાઈસ બેન્ડ ધરાવતો આઈપીઓ કુલ 1.75 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી સૌથી વધુ 3.01 ગણો, રિટેલ 1.37 ગણો ભરાયો હતો.

ઇશ્યૂ પ્રાઇસ42.00
ખુલી43.55
વધી47.25
ઘટી42.95
બંધ43.95
સુધારો1.95
સુધારો (ટકા)4.64
મે માસમાં લિસ્ટેડ 7માંથી 4 આઇપીઓમાં પોઝીટીવ રિટર્ન

એલઆઇસીમાં 17 ટકા નેગેટિવ રિટર્નના કારણે રોકાણકારોમાં ભરાયાની લાગણી

પ્રાઈમરી માર્કેટમાં મે માસમાં લિસ્ટેડ 7માંથી 3 આઇપીઓમાં ઇશ્યૂ પ્રાઇસ કરતાં નીચાં લિસ્ટિંગના કારણે રોકાણકારોમાં નિરાશાનું વાતાવરણ ફેલાયું છે. ખાસ કરીને બહુ ગાજેલા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)નો આઇપીઓ 8 ટકા નેગેટિવ લિસ્ટિંગ પછી ગુરુવારે પણ આશરે 17 ટકા નેગેટિવ રિટર્ન આપી રહ્યો છે. તે સિવાય પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના આઇપીઓમાં સૌથી વધુ 32 ટકા નેગેટિવ રિટર્ન હોવાના કારણે રોકાણકારોની મૂડી ફસાઇ ગઇ છે. કેમ્પસ એક્ટિવેરમાં 14.38માં 14.38 ટકા, દિલ્હીવેરીમાં 3.70 ટકા, અને વિસન પાઇપ્સમાં 3.68 ટકા પોઝિટિવ રિટર્ન છૂટી રહ્યું છે. જે એવરેજ આઇપીઓ લિસ્ટિંગ રિટર્ન કરતાં ખાસ્સું નીચું હોવાનું દર્શાવે છે. આગામી સપ્તાહે એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ લિસ્ટેડ થશે. તે ઉપરાંત અન્ય 2 આઇપીઓ પણ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. તેના કારણે પ્રાઇમરી માર્કેટના રોકાણકાર વર્ગમાં ભારે અવઢવની સ્થિતિ પ્રવર્તી રહી છે.

એલઆઇસીનો શેર ખરીદવા માટે બજાર સુધરે તેની રાહ જુઓ

કંપનીની આગામી 31 મેના રોજ બોર્ડ મિટિંગ મળી રહી છે. જેમાં કંપની ડિવિડન્ડની વિચારણા કરશે તેવું તેણે બીએસઇને જણાવ્યું છે. જોકે, તેનાથી તેના શેર ઉપર મોટી કોઇ અસર થવાની શક્યતા ઓછી જણાય છે. જે રોકાણકારો સેકન્ડરી માર્કેટમાંથી એલઆઇસીના શેર્સ ખરીદવા ઇચ્છતાં હોય તેમણે માર્કેટમાં જ્યાં સુધી સ્થિરતાથી સુધારાની ચાલ શરૂ થાય નહિં ત્યાં સુધી રાહ જોવાની સલાહ મળી રહી છે.

મે માસમાં લિસ્ટેડ IPOનો દેખાવ

કંપનીલિસ્ટિંગછેલ્લોતફાવત+/-%
કેમ્પસ એક્ટિવેર292337+42+14.38
રેઇનબો ચિલ્ડ્રન્સ542489-53-10.82
એલઆઇસી949812-137-16.87
પ્રુડેન્ટ કોર્પોરેટ630477-153-31.87
દિલ્હીવેરી487505+183.70
વિનસ પાઇપ્સ326338123.68

AETHERનો આઈપીઓ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, 3 જૂને લિસ્ટિંગ

સુરત સ્થિત વિવિધ સ્પેશ્યાલિટી કેમિકલ્સની સોલ મેન્યુફેક્ચરર એથર ઈન્ડસ્ટ્રીઝ લિ.નો આઈપીઓ અંતે ફુલ્લી 6.25 ગણો ભરાઈ ચૂક્યો છે. રૂ. 808 કરોડના આઈપીઓ માટે રિટેલ રોકાણકારોએ 1.13 ગણી એપ્લિકેશન્સ કરી છે. સૌથી વધુ રોકાણ ક્યુઆઈબીએ રૂ. 14197 કરોડ (17.57 ગણુ)નું રોકાણ કર્યુ છે. આઈપીઓ શેર એલોટમેન્ટ 31 મે અને લિસ્ટિંગ 3 જૂને થશે.

ગ્રે માર્કેટ પ્રિમિયમઃ આઈપીઓ પૂર્ણ થવાની સાથે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 642 સામે ગ્રે માર્કેટ પ્રિમિયમ ઘટી રૂ. 10 થયુ છે.

શેર સબ્સ્ક્રિપ્શન સ્થિતિ:

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB17.57
NII2.52
Retail1.13
Employee1.06
Total6.25