અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સ વીવર્ક ઈન્ડિયા મેનેજમેન્ટ લિમિટેડે (“WeWork India”) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.

કંપની મોટા એકમો, નાના અને મધ્યમ કદના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓ સહિત વિવિધ પ્રકારના ગ્રાહકોને ફ્લેક્સિબલ, ઉચ્ચ ગુણવત્તાવાળા વર્કસ્પેસીસ પૂરા પાડે છે. તેના સભ્યોમાં ફોર્ચ્યુન 500 કંપનીઓના દિગ્ગજ સમૂહ, આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક કંપનીઓ, મોટી કંપનીઓ, જીસીસી, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.

કંપનીના આઈપીઓમાં 4,37,53,952 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

વેચાણ માટેની ઓફરમાં એમ્બેસી બિલ્ડકોન એલએલપી (“Promoter Selling Shareholder”) દ્વારા 3,34,58,659 સુધીના ઇક્વિટી શેર્સ અને 1 એરિયલ વે ટેનન્ટ લિમિટેડ (“Investor Selling Shareholder”) દ્વારા 1,02,95,293 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

કંપની વેચાણ માટેની ઓફરથી કોઈ રકમ મેળવશે નહીં.

જેએમ ફાઇનાન્શિયલ , આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, જેફ્રીઝ ઈન્ડિયા , કોટક મહિન્દ્રા કેપિટલ અને 360 વન વેમ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

વીવર્ક ઈન્ડિયાની બ્રાન્ડ તથા તેની ઓફરિંગ્સની શક્તિ તથા વીવર્ક ગ્લોબલ નેટવર્ક સાથેના તેના જોડાણના લીધે તે એમેઝોન વેબ સર્વિસીઝ, જેપી મોર્ગન, વોર્નર બ્રધર્સ, ડિસ્કવરી, ડોઇચ્ચ ટેલિકોમ અને ગ્રાંટ થોર્નટોન સહિતની ટોચની વૈશ્વિક બ્રાન્ડ્સને આકર્ષવા તથા તેમની સાથે લાંબા ગાળાના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ બની છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)