ચોમાસાની જેમ શેરબજારોમાં તેજીમાં પણ પાછોતરી જમાવટ, જૂનમાં સેન્સેક્સ 2096 પોઇન્ટ ઊછળ્યો
સેન્સેક્સનો સાથ નિભાવનારા ઓલટાઇમ હાઇ ઇન્ડાઇસિસ
વિગત | નવી ટોચ | બંધ | સુધારો (ટકા) |
સેન્સેક્સ | 64769 | 64719 | 1.26 |
મિડકેપ | 28792 | 28776 | 0.67 |
ફાઇનાન્સિયલ | 9504 | 9495 | 0.94 |
ઓટો | 35005 | 34919 | 1.82 |
બેન્કેક્સ | 50533 | 50500 | 0.79 |
સીજી | 40766 | 40726 | 1.73 |
હેલ્થકેર (વર્ષની ટોચ) | 25871 | 25634 | 0.70 |
અમદાવાદ, 30 જૂનઃ ચોમાસાની જેમ ભારતીય શેરબજારોની તેજીએ પણ પાછોતરી જમાવટ કરવા સાથે સેન્સેક્સે 64718 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ આપ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં પણ સેન્સેક્સ 1739 પોઇન્ટ ઉછળ્યો છે જે દર્શાવે છે કે, સેન્સેક્સમાં સુધારો જૂન માસાન્તે જ જોવા મળ્યો છે. સેન્સેક્સ શુક્રવારે સવારે 64068 પોઇન્ટના ગેપઅપ લેવલથી ખૂલ્યા બાદ દિવસ દરમિયાન ખૂલતાં લેવલને જ ઇન્ટ્રા-ડે લો લેવલ બનાવવા સાથે સતત સુધારાની ચાલમાં ઇન્ટ્રા-ડે 64768.58 પોઇન્ટની નવી ઊંચાઇએ સ્પર્શી ગયા બાદ છેલ્લે 803.14 પોઇન્ટના સુધારા સાથે 64718.56 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, સેન્સેક્સમાં ડેઇલી ચાર્ટ ઉપર હાયર હાઇ હાયર લોની કન્ડિશન જોવા મળી હતી.
માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ તેજીમય બન્યા
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3648 | 1952 | 1557 |
સેન્સેક્સ | 30 | 28 | 2 |
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 19,201.70 (નવી ટોચ) અને 19,024.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 216.95 પોઈન્ટ્સના ઉછાળા સાથે 19189.05 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. રોકાણકારોના ધાર્યા કરતા પણ આજે બજારમાં ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર બંધ રહ્યા હતા. ચોમાસાની સારી સ્થિતિ, કંપનીઓના ઉમદા ત્રિમાસિક પરિણામો તેમજ મજબૂત ડેટાને કારણે શેરબજારમાં આટલા ઊંચા મથાળે પણ તેજી જળવાઈ રહી હતી.
SENSEXમાં 3 દિવસની હેટ્રીકમાં 1748 પોઇન્ટનો ઉછાળો
Date | Open | High | Low | Close |
26/06/2023 | 62,946.50 | 63,136.09 | 62,853.67 | 62,970.00 |
27/06/2023 | 63,151.85 | 63,467.54 | 63,054.84 | 63,416.03 |
28/06/2023 | 63,701.78 | 64,050.44 | 63,554.82 | 63,915.42 |
30/06/2023 | 64,068.44 | 64,768.58 | 64,068.44 | 64,718.56 |
આઇટી- ટેકનો., ઓઇલ-ગેસ, ફાર્મા સેક્ટર્સ ફરી ફોર્મમાં આવ્યા
વિવિધ સેક્ટોરલ્સ પૈકી આઈટી, ઓટો, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ-ગેસ, રિયલ્ટી, ફાર્મા, એનર્જી, બેન્ક, એફએમસીજી અને પાવર ઇન્ડેક્સમાં સુધારાની સ્થિતિ રહી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.67 ટકા અને 0.51 ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં મહિન્દ્રા સૌથી વધુ 4.26 ટકા ઊછળ્યો
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરોમાં સૌથી વધુ 4.26 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, મારુતિ, ટીસીએસ, લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા, વિપ્રો અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. જોકે, એનટીપીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં સાધારણ પીછેહટ રહી હતી.