• Stock market Boom: ચાલુ નાણાકીય વર્ષના 3 માસમાં રોકાણકારોની મૂડી 40 લાખ કરોડ વધી
  • બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં આકર્ષક તેજી સાથે વર્ષની ટોચ નોંધાવી
  • સ્મોલકેપ ઈન્ડેક્સમાં સુઝલોન, આઈડીએફસીમાં વોલ્યૂમ વધતાં નવી ટોચ

અમદાવાદ

શેરબજારોએ છેલ્લા એક સપ્તાહથી સતત નવી ટોચ નોંધાવાની સાથે ચાલુ નાણાકીય વર્ષના 3 માસમાં રોકાણકારોની મૂડીમાં 40.02 લાખ કરોડનો વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં 31 માર્ચે રૂ. 258.20 લાખની માર્કેટ કેપ હતી. સેન્સેક્સ સતત ત્રીજા દિવસે નવી રેકોર્ડ 55300.35ની ટોચે પહોંચ્યો છે. જેણે અંતે 486.49 પોઈન્ટ વધી નવુ 65205.05નું રેકોર્ડ બંધ આપ્યું હતું.

નિફ્ટી પણ ઈન્ટ્રા ડે 19345.10ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 133.50ના ઉછાળે 19322.55 પર બંધ રહ્યો હતો. આ સાથે બીએસઈની કુલ માર્કેટ કેપ 298.22 લાખ કરોડ થઈ હતી. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરના મોટાભાગના શેરો આજે રેકોર્ડ અથવા વાર્ષિક નવી ટોચે પહોંચ્યા હતા. જેમાં આઈડીએફસી, બેન્ક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેન્ક સહિતના શેરો સામેલ છે.

સ્મોલકેપ-મીડકેપ શેરો ચમક્યા

સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં આકર્ષક તેજી અને વોલ્યૂમ નોંધાયા હતા. સ્મોલકેપ શેરોમમાં સુઝલોન, આઈડીએફસી, રેડિકો ખેતાન, સ્પાઈસ જેટ, સહિતના શેરોમાં 10 ટકાથી વધુના ઉછાળા સાથે સ્મોલકેપ ઈન્ડેક્સ 32884.16ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 28938.71ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જેનો શ્રેય બેન્કિંગ અને એનબીએફસી શેરોના ફાળે રહ્યો હતો.

મીડકેપ સેગમેન્ટના ટોપ ગેઈનર્સ

સ્ક્રિપ્સબંધઉછાળો
L&T Fin137.307.52%
JSW Energy2895.92%
Canara Bank318.405.50%
BOI77.285%
Union Bank74.903.64%
IDFC First Bank81.943.20%

આ સેક્ટરોલ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે

ઈન્ડેક્સરેકોર્ડ ટોચબંધતફાવત (%)
Small Cap32884.1632786.310.56
Midcap28938.7128861.470.30
Consumer Discretionary6,545.236,511.23-0.09
FMCG18,948.5318,690.491.09
Financial Services9,637.759,495.451.02
Healthcare25,913.8525,814.46-0.72
Industrials8,616.688,552.42-0.15
AUTO35,239.3134,919.74-0.44
BANKEX51,092.8950,500.570.78
CAPITAL GOODS40,969.3340,725.76-0.46

 ITC નવી ટોચે, રિલાયન્સ 6 મહિના બાદ 26 હજાર પર બંધ

એફએમસીજી સ્ટોક આઈટીસીના રોકાણકારો માટે 2023નું વર્ષ શુકનવંતુ જણાઈ રહ્યું છે. આઈટીસીનો શેર આજે ફરી નવી 466ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. શેર 2.50 ટકા ઉછાળા સાથે 462.95 પર બંધ રહ્યો હતો. રિલાયન્સના શેર છેલ્લા છ માસથી તેની રેકોર્ડ ટોચથી અંતર રાખી ટ્રેડ થઈ રહ્યા હતા. 21 ડિસેમ્બર, 2022ના રોજ 2602ની સપાટીએ બંધ આપ્યાના છ માસ બાદ આજે 2615.20 પર બંધ આપ્યું છે. જેની રેકોર્ડ હાઈ 2754.70 છે. ટ્રેડિંગના અંતે આજે 2.53 ટકા સુધારે બંધ રહેવા સાથે માર્કેટ કેપ 17.69 લાખ કરોડ થઈ હતી.