IDFC FIRST બેન્કનું IDFC સાથે મર્જર, IDFC ફર્સ્ટ બેન્કના 155 શેર્સ સામે IDFCના 100 શેર્સ મળશે
મુંબઈ, 4 જુલાઇઃ IDFC FIRST Bank Limitedના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ગઈકાલે IDFC લિ. સાથે મર્જ થવા મંજૂરી આપી હતી. જેના પગલે આજે IDFC ફર્સ્ટ બેન્કનો શેર ઇન્ટ્રા-ડે 4 ટકા તૂટ્યો હતો છેલ્લે 4.02 ટકાના ઘટાડા સાથે રૂ. 78.65ની સપાટીએ બંધ રહ્યો હતો. સામે આઇડીએફસીનો શેર 1.92 ટકા વધી રૂ. 111.20 બંધ રહ્યો હતો. IDFC FIRST બેન્ક સાથે IDFC લિમિટેડના જોડાણ માટેનો શેર એક્સચેન્જ રેશિયો 155:100 શેર્સનો રહેશે. અર્થાત IDFC ફર્સ્ટ બેન્કના 155 શેર્સ સામે IDFC લિ.ના 100 ઈક્વિટી શેર્સ એક્સચેન્જ થશે.
વાર્ષિક 25 ટકા વૃદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંકઃ બેન્ક પાસે 31 માર્ચ, 2023 ના રોજ રૂ. 239,942 કરોડની બેલેન્સ શીટ સાઈઝ સાથે રૂ. 1,60,599 કરોડની સારી વૈવિધ્યસભર લોન બુક છે. બેન્કે FY23માં રૂ. 2,437 કરોડનો PAT રેકોર્ડ કર્યો હતો, જે મજબૂત 31 માર્ચ, 2023ના રોજ 16.82 ટકાની મૂડી પર્યાપ્તતા રેશિયો ધરાવે છે. બેન્કનું લક્ષ્ય તેની બેલેન્સ શીટમાં દર વર્ષે 20-25 ટકા વૃદ્ધિ કરવાનું લક્ષ્ય છે.