અમદાવાદ, 4 જુલાઇઃ ટ્રાઈએ તાજેતરમાં એપ્રિલ, 2023ના મહિના માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યા છે. ડેટા મુજબ, 1,74,521 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સના ચોખ્ખા ઉમેરા સાથે, VIએ એપ્રિલ, 2023ના મહિનામાં ગુજરાતમાં જિયો કરતાં (73,486 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરો) અને એરટેલ (28,852 એક્ટિવ સબ્સ્ક્રાઇબર ઉમેરો) કરતાં મહત્તમ સંખ્યામાં એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સમાં ઉમેરો કર્યો છે. ગુજરાત સર્કલમાં 83,245 સબ્સ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે, જેનાથી એકંદર ગ્રાહક આધાર 6,63,15,364 પર પહોંચ્યો છે. ગુજરાતમાં ટેલી ડેન્સિટી 92.73% છે. VI હાલમાં ગુજરાતમાં કુલ 2,21,36,400 ગ્રાહકો ધરાવે છે અને તેનો બજાર હિસ્સો 33.38% છે.