અમદાવાદ, 5 જુલાઇઃ નિફ્ટીએ મંગળવારે પણ સતત સુધારાની ચાલમાં 19434 પોઇન્ટનો નવો હાઇ બનાવ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મોટાભાગની ટાઇમલાઇન ઉપર  પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. જેમાં આગામી સુધારામાં નિફ્ટી 19500- 19600ના લેવલ્સ તરફ સુધરી જઇ શકે છે. નીચામાં 19300નો નજીકનો સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ- ઇન્વેસ્ટર્સને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44983- 44644, રેઝિસ્ટન્સ 45638- 45974

બેન્ક નિફ્ટીએ 45656ના તેના ઓલટાઇમ હાઇથી રિવર્સ ટ્રેન્ડ નોંધાવવા સાથે પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટ સંકેત આપી રહ્યા છે. નીચામાં 45000 તૂટે તો નવી ખરીદી માટે રાહ જોવાનો સંકેત મળી રહ્યો છે.

ઇન્ટ્રા-ડે પિક્સઃ કોટક બેન્ક ખરીદો, આસ્ટ્રાલ, ઓબેરોય રિયાલ્ટી નેગેટિવ

(Market Lens by Reliance Securities)