રેપો રેટ 35 bps વધવાની દહેશત વચ્ચે RBIની MPC બેઠક શરૂ
Repo rateમાં 35 bps વધારો થવાની અટકળો વચ્ચે આરબીઈની એમપીસી બેઠક શરૂ થઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. ગત મહિને 40 bpsના વધારા બાદ આ બેઠકમાં RBI રેપો રેટમાં 35 bpsનો વધારો કરી શકે છે. કેન્દ્ર સરકારે RBIને ફુગાવો 2 % વધ-ઘટના માર્જિન સાથે ફુગાવો 4 %ના દરે જાળવી રાખવા નિર્દેશ કર્યો હતો. ગત મહિને એમપીસીએ અચાનક રેપો રેટ 40 bps વધારી 4.40 % કર્યો હતો.
એસબીઆઈના ઈકોનોમિક રિસર્ચ રિપોર્ટ મુજબ, RBIની બેક ટુ બેક વ્યાજ વધારાની પોલિસી અંતર્ગત AEs અને EMEsમાં 45થી વધુ કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. તેમજ અમુક બેન્કો ટૂંક સમયમાં વધારશે. જૂન પોલિસીમાં 35-50 bps વચ્ચેના દરમાં વધારાની અપેક્ષા કોટક મહિન્દ્રા બેન્કના ગ્રુપ પ્રેસિડન્ટ શાંતિ એકમબરમે વ્યક્ત કરી છે. રેપો રેટમાં વર્તમાન 4.4 %થી કુલ 100 થી 150 bpsની વૃદ્ધિની અપેક્ષા છે. અન્ય એક ઈકોનોમિસ્ટે RBI 5.6 % સુધી રેપો રેટ વધારવાની સંભાવના આપી છે.