સોનામાં રિસાયકલ માગ 61 ટકા વધતાં દજ્વેલરીની માગ ઉપર અસર, માગ 7% ઘટી 158.1 ટન: WORLD GOLD COUNCIL
અમદાવાદ, 2 ઓગસ્ટ
વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોનાની સતત વધી રહેલી કિંમતોને કારણે દેશમાં માગ ઘટી છે. વૈશ્વિક સ્તરે પણ માગમાં ઘટાડો જોવા મળ્યો છે. 2023 ના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) ઊંચા ભાવને કારણે સોનાની માંગ 7% ઘટીને 158.1 ટન થઈ હતી. જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 170.7 ટન હતી. વેલ્યુ મુજબ માગ 4 ટકા વધી રૂ. 82530 કરોડ રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં રૂ. 79270 કરોડ હતી. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ઉંચી કિંમતોના કારણે રિસાયકલનું પ્રમાણ વધી રહ્યું છે. રિસાયકલ 61 ટકા વધી 37.6 ટન રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 23.3 ટન રહ્યું હતું. જ્યારે આયાત 16 ટકા વધી 209 ટન રહી હતી જે અગાઉના વર્ષે 180.7 ટન રહી હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડની માગ ઘટી 21 ટન રહી છે.
ઉંચી કિંમતોના કારણે હવે 22 કેરેટને બદલે 18 કેરેટ સોનાના દાગીનાની માંગ વધી રહી છે ઓછી કિંમતના કારણે લોકો 18 કેરેટ સોનાના ઘરેણાં તરફ આકર્ષાઈ રહ્યા છે. જ્વેલરીની માગમાં 8 ટકાનો ઘટાડો થઇ 128.6 ટન રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં 140.3 ટન રહી હોવાનું વલ્ડ ગોલ્ડ કાઉન્સિલનાના અહેવાલમાં જણાવાયું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઈન્ડિયાના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે બીજા ક્વાર્ટરમાં સોનાની માંગમાં 7%નો ઘટાડો થયો છે. ગ્રાહક સેન્ટિમેન્ટને અસર થઈ છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ.64000ની સપાટી સુધી પહોંચી હોવાના કારણે ડિમાન્ડ ઘટી છે.
જ્વેલરીની માંગ 8 ટકા ઘટીને 128.6 ટન નોંધાઇ
દેશની કુલ સોનાની માંગમાં એપ્રિલ-જૂન દરમિયાન જ્વેલરીની માંગ 8% ઘટીને 128.6 ટન થઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 140.3 ટન હતું. અહેવાલમાં દર્શાવ્યા મુજબ 2023 ના બીજા ક્વાર્ટરમાં બાર અને સિક્કાઓની માંગ 3% ઘટીને 29.5 ટન થઈ ગઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 30.4 ટન હતી. એક વર્ષ અગાઉની સરખામણીએ એપ્રિલ-જૂનમાં દેશમાં સોનાનું રિસાયક્લિંગ 61% વધીને 37.6 ટન રહ્યું છે.
આ વર્ષે સોનાની માંગ 650-750 ટન રહેવાનો અંદાજ
2023 ના પ્રથમ છ મહિનામાં અંદાજિત 271 ટનની માંગને ધ્યાનમાં લેતા સમગ્ર વર્ષ માટે ભારતની સોનાની માંગ 650-750 ટન આસપાસ રહે તેવા સંકેતો છે. છેલ્લા ક્વાર્ટરમાં વૈશ્વિક માંગ 2% ઘટીને 921 ટન થઈ છે. WGC અનુસાર, છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ચોખ્ખી ખરીદીમાં ઘટાડો થયો છે.
Gold supply and demand
Tonnes | Q2’22 | Q3’22 | Q4’22 | Q1’23 | Q2’23 | y/y change | |
Supply | |||||||
Mine production | 889.3 | 950.4 | 948.5 | 857.1 | 923.4 | 4% | |
Net producer hedging | 2 | -26.5 | -13.3 | 36.1 | 9.5 | 383% | |
Total mine supply | 891.3 | 923.9 | 935.2 | 893.2 | 932.8 | 5% | |
Recycled gold | 285.3 | 268.6 | 290.7 | 311.7 | 322.3 | 13% | |
Total Supply | 1,176.6 | 1,192.5 | 1,225.9 | 1,204.9 | 1,255.2 | 7% |
Demand
Jewellery fabrication | 493.5 | 582.6 | 601.9 | 511.5 | 491.3 | 0% | |
Jewellery consumption | 461.7 | 525.6 | 628.5 | 474.8 | 475.9 | 3% | |
Jewellery inventory | 31.8 | 57.1 | -26.7 | 36.7 | 15.4 | -52% | |
Technology | 78.3 | 77.3 | 72.1 | 70.1 | 70.4 | -10% | |
Electronics | 64.3 | 63.5 | 57.9 | 56.1 | 56.4 | -12% | |
Other Industrial | 11.4 | 11.3 | 11.7 | 11.6 | 11.6 | 1% | |
Dentistry | 2.6 | 2.5 | 2.4 | 2.4 | 2.4 | -10% | |
Investment | 213.8 | 103.8 | 250.8 | 275.9 | 256.1 | 20% | |
Total bar & coin demand | 261.2 | 347.9 | 340.4 | 304.5 | 277.5 | 6% | |
Physical Bar demand | 172.7 | 225.5 | 222.6 | 183.4 | 162.9 | -6% | |
Official Coin | 70.8 | 89.4 | 89 | 96.4 | 88.9 | 25% | |
Medals/Imitation Coin | 17.6 | 33 | 28.9 | 24.7 | 25.8 | 47% | |
Central banks & other inst. | 158.6 | 458.8 | 381.8 | 284 | 102.9 | -35% | |
Gold demand | 944.2 | 1,222.5 | 1,306.6 | 1,141.5 | 920.7 | -2% | |
OTC and other | 232.5 | -30.1 | -80.7 | 63.4 | 334.5 | 44% | |
Total Demand | 1,176.6 | 1,192.5 | 1,225.9 | 1,204.9 | 1,255.2 | 7% |