Q1 Results: Bharti Airtelનો નફો 1612 કરોડ
અમદાવાદ, 3 ઓગસ્ટઃ ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 1,612 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,607 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ સ્થિર છે. જૂન ક્વાર્ટરમાં Bharti Airtelની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 37,440 કરોડ થઈ છે. કંપનીએ તેના કોન્સોલિડેટેડ EBITDAમાં 19% નો વધારો નોંધાવ્યો છે જે રૂ. 19,746 કરોડ થયો છે. તે જ સમયે, ક્વાર્ટરમાં EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 271 બેસિસ પોઈન્ટ વધીને 53.7% થયું છે. આવક વૃદ્ધિમાં 14 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. કંપનીની ARPU (યુઝર દીઠ સરેરાશ આવક) ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 183ની સરખામણીએ રૂ. 200 નોંધવામાં આવી છે.