મોર્ગનની પસંદગીની યાદીમાં

લાર્સન અને મારૂતિઇન
ટાઇટનઆઉટ

અમદાવાદ, 6 ઓગસ્ટઃ કેલેન્ડર વર્ષ 2023 સમગ્ર રીતે જોઇએ તો શેરબજાર, સોના- ચાંદી સહિતના મૂડીરોકાણ સ્રોત માટે તેજીનું પૂરવાર થઇ રહ્યું છે. પરંતુ સેન્સેક્સ જે રીતે 67000 ક્રોસ થયા પછી બજારમાં કરેક્શન મોડના કારણે સામાન્ય રોકાણકાર વર્ગનું માનસ ફરી વેચવાલીનું બન્યું છે. જે રીતે ડિસેમ્બર-22માં સેન્સેક્સે નવું ટોપ બનાવ્યું હતું તે જ રીતે ડિસેમ્બર-23માં પણ સેન્સેક્સ નવું ટોપ બનાવે તેવી શક્યતા વિશેષ જણાય છે. ઇકો- ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ એવું કહે છે કે, સેન્સેક્સ ભલે એકવાર 57000 થઇ જાય, તેની મિરર ઇફેક્ટ એટલેકે 75000 પોઇન્ટની પણ એટલી જ મજબૂત શક્યતાઓ જણાય છે. SENSEX આજે તો તેજીની FRIENDSHIP નિભાવવાના મૂડમાં છે. જોવાનું એ રહે છે કે, વચ્ચે કોઇ ઇકો-પોલિટિકલ- નેચરલ- ફન્ડામેન્ટલ હર્ડલ મંદીનો માતમ મનાવવા વચ્ચે કૂદી ના પડે.

57000

કે મિરર ઇફેક્ટ

75000

ઇકોનોમિ અને ઇકોનોમિક ઇન્ડિકેટર તરીકે ગણાતાં શેરબજારોની ચાલ સમજીએ તો એવું કહી શકાય કે,  સેન્સેક્સ માટે માર્ચ 2023નું 57084.91નું બોટમ નહિં જ તૂટે કારણકે સેન્સેક્સ તે લેવલથી 9-10 હજાર પોઇન્ટ દૂર છે. બીજી તરફ જૂલાઇમાં બનેલો 67619.17નો નવો હાઇ 75000 પોઇન્ટની ઐતિહાસિક હાઇ સપાટીથી 7500 પોઇન્ટ જ દૂર છે તેની સામે કેલેન્ડર વર્ષ 2023નું બોટમ 10500 પોઇન્ટ નીચે છે. સેન્સેક્સની તવારીખ તપાસીએ તો છેલ્લાં 24માંથી 12 ડિસેમ્બર માસમાં સેન્સેક્સે નવી ટોચ નોંધાવી છે.

મોર્ગન સ્ટેનલિની ઇન્ડિયન ઇકોનોમિ માટે તેજીની મોરલી

ઇન્ડિયન ઇકોનોમિ ઉપર મોર્ગન સ્‍ટેનલી ઓળઘોળ છે. અમેરિકી બ્રોકરેજ ફર્મે ભારતને ‘ઓવરવેઇટ’ અને  ચીનને ડાઉનગ્રેડ કરીને એનું ‘ઇકવલ વેઇટ’ રેટિંગ કર્યુ છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુધારાને પ્લસ પોઇન્ટ માન્યો પણ મોંઘવારીને ચિંતાની બાબત ગણાવી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં, મોર્ગન સ્‍ટેનલીએ ઘટતા મૂલ્‍યાંકન પ્રીમિયમ અને સ્‍થિતિસ્‍થાપક અર્થવ્‍યવસ્થા ને ટાંકીને ભારતને ઓછા વજનથી સમાન-વજનમાં અપગ્રેડ કર્યું હતું.  માત્ર ચાર મહિનામાં જ રિરેટિંગ પણ થયું અને અપગ્રેડ પણ થયું છે. વધુ સારા જીડીપી સાથે, ભારત હવે એશિયા પેસિફિક એક્સ-જાપાન અને ઊભરતાં બજારોમાં મોર્ગન સ્‍ટેનલી માટે મુખ્‍ય ઓવરવેઇટ માર્કેટ બની ગયું છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)