અમદાવાદ, 8 ઓગસ્ટ: SME સેક્ટર માટે આદિત્ય બિરલા કેપિટલની ધિરાણ આપતી પેટાકંપની આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડે (ABFL)એ ઉદ્યોગ પ્લસ  ઇનોવેટિવ વન-સ્ટોપ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ નવું બીટુબી ડિજિટલ પ્લેટફોર્મ ગુજરાતના વિકસતા MSME ક્ષેત્ર માટે ધિરાણ, સુરક્ષા, રોકાણ, માર્ગદર્શન અને મૂલ્યવર્ધિત સેવાઓ સહિત અનેકવિધ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે. ઉદ્યોગ પ્લસ દ્વારા ABFL ગુજરાતમાં MSMEને જરૂરી નાણાંકીય સહાય, સંપૂર્ણ સરળ રીતે અને પેપરલેસ પ્રક્રિયા દ્વારા સશક્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેનાથી ધિરાણના ક્ષેત્રે નાણાંકીય સમાવેશ અને ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન મળશે.

ઉદ્યોગ પ્લસની વિશેષતાઓ એક નજરે

ઉદ્યોગ પ્લસ એક ઓપન માર્કેટપ્લેસ છે જેને આદિત્ય બિરલા કેપિટલ વેબસાઇટના ફાઇનાન્સિંગ વિભાગ દ્વારા ABFLના હાલના અને નવા, એમ બંને પ્રકારના ગ્રાહકો એક્સેસ કરી શકે છે. ગુજરાતમાં MSME હવે ઉદ્યોગ પ્લસ ની સંપૂર્ણ પેપરલેસ ડિજિટલ સફર દ્વારા રૂ. 10 લાખ સુધીની બિઝનેસ લોન મેળવી શકે છે. અસુરક્ષિત બિઝનેસ લોન ઉપરાંત, પ્રમોટર્સ, માલિકો અને કર્મચારીઓ સહિત MSMEની સમગ્ર ઇકોસિસ્ટમ, ઉદ્યોગ પ્લસ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ સર્વિસીઝનો આનંદ માણી શકે છે, જેમ કે કસ્ટમાઇઝ્ડ સુરક્ષિત ધિરાણ, વીમો, ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ વગેરે.

આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડના એમડી અને સીઈઓ રાકેશ સિંઘે ઉમેર્યું હતું કે, અમે ગુજરાતમાં અમારા MSME ગ્રાહકો માટે ઉદ્યોગ પ્લસ રજૂ કરતાં ઉત્સાહિત છીએ, જે તેમને સફળતાની નવી ક્ષિતિજો હાંસલ કરવા માટે સશક્ત બનાવશે. ગુજરાતમાં 33 લાખથી વધુ MSME છે, જે 60 લાખ લોકોને રોજગાર પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મ દ્વારા, અમે MSME સેગમેન્ટમાં ABFLની હાજરી વધુ મજબૂત કરવાનો અને તેમના વ્યવસાયિક જીવન ચક્ર દરમ્યાન તેમને વિવિધ પ્રકારના સોલ્યુશન્સ પૂરા પાડવાનો તથા ગુજરાતની ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રોત્સાહિત કરવાનો ધ્યેય ધરાવીએ છીએ.

ABFL MSME સેગમેન્ટમાં કુલ લોન બુકના લગભગ 50% હિસ્સો

ABFL MSME સેગમેન્ટમાં પહેલેથી જ મજબૂત હાજરી ધરાવે છે અને તેની કુલ લોન બુકના લગભગ 50% હિસ્સો બિઝનેસ લોનનો છે. બજારમાં એક સ્થાપિત કંપની તરીકે ABFL આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 37% વૃદ્ધિ હાંસલ કરીને મજબૂત રીતે વિકાસ કરવાનું ચાલુ રાખે છે. ઉદ્યોગ પ્લસ ની શરૂઆત દ્વારા ABFLનો ઉદ્દેશ MSME માટે વ્યાપાર લોનની સફરને ડિજિટાઇઝ કરીને ક્રેડિટ લેન્ડસ્કેપને સરળ બનાવવાનો છે, જેથી ત્વરિત લોન વિતરણ થઈ શકે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં MSME 60%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વધુમાં, 13.21 લાખથી વધુના આંકડા સાથે નોંધાયેલ MSMEની બાબતે ગુજરાત સૌથી આગળ છે, જે નોંધાયેલ MSMEની દ્રષ્ટિએ તેને ચોથું સૌથી મોટું રાજ્ય બનાવે છે.