Sensex All time High: હેલ્થકેર, ફાઈ. ઈન્ડેક્સ સહિત સેન્સેક્સ સર્વોચ્ચ ટોચે, આઈટી-ટેક્નો શેરોમાં તેજી
- આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ વર્ષની ટોચે પહોંચ્યો
- બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલીનું પ્રેશર વધ્યું
- નિફ્ટી ફરી એકવાર 20222.45ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો
અમદાવાદ
અમેરિકા બાદ ચીનના પણ રિટેલ વેચાણો મજબૂતપણે વધી રહ્યા હોવાના અહેવાલોના પગલે શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામે આજે સેન્સેક્સ 67927.23 અને નિફ્ટી 20222.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. આઈટી હબ યુએસમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળતાં આઈટી અને ટેક્નો શેરોમાં તેજી જોવા મળી છે. આઈટી અને ટેક્નો ઈન્ડેક્સ વર્ષની ટોચે જ્યારે ફાઈનાન્સિયલ-હેલ્થકેર ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યો છે.
બપોરે 12.25 વાગ્યા સુધીમાં, INDBank Merchant Bankingનો શેર આજે 20 ટકાની અપર સર્કિટ વાગી હતી. જ્યારે ધનલક્ષ્મી બેન્ક પણ 10.99 ટકા ઉછાળા સાથે 27.06ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. હેલ્થકેર સેગમેન્ટમાં સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સનો શેર 8.08 ટકા ઉછાળા સાથે 506.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેણે 522.20ની વાર્ષિક ટોચ બનાવી હતી.
સપ્ટેમ્બરમાં રોકાણકારોની મૂડી 13 લાખ કરોડ વધી
સ્થાનિક શેરબજાર ઓગસ્ટમાં પ્રેશરમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર માસમાં રોકાણકારોની મૂડી 13.15 લાખ કરોડ વધી આજના છેલ્લા ભાવ મુજબ બીએસઈ માર્કેટ કેપ 323.20 લાખ કરોડ આસપાસ થઈ છે. જે 31 ઓગસ્ટે 309.59 લાખ કરોડ હતી.