IPO Listing: R R Kabel 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, જાણો આગામી ટ્રેન્ડ નિષ્ણાતના મતે
આઈપીઓ લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ
આઈપીઓ | આર આર કાબેલ |
ઈશ્યૂ સાઈઝ | 1964.01 કરોડ |
ઈશ્યૂ પ્રાઈઝ | 1035 |
લિસ્ટિંગ | 1079 |
ટોચ | 1198.05 |
મહત્તમ રિટર્ન | 15.75 ટકા |
ગ્રે પ્રિમિયમ | રૂ. 95 (9 ટકા) |
અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે આર આર કાબેલ લિ.ના આઈપીઓએ નજીવા 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં 11.52 વાગ્યા સુધીમાં રોકાણકારોને 15.75 ટકા રિટર્ન મળ્યું છે. હાલ 13.35 ટકા પ્રિમિયમે 1173.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. આર આર કાબેલના આઈપીઓએ રૂ. 1035ની ઈશ્યૂ પ્રાઈઝ સામે આજે બીએસઈ ખાતે 1179ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં વધી 1198.05ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 1137.60 થયો હતો. વર્તમાન ભાવ સાથે કંપનીની માર્કેટ કેપ 13228.56 કરોડ નોંધાઈ છે.
ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટ્યા હતા
ગ્રે માર્કેટમાં આર આર કાબેલના આઈપીઓ માટે રૂ. 115 પ્રિમિયમ બોલાઈ રહ્યા હતાં. જે ઘટી રૂ. 95 થયા છે. ગઈકાલે આર આર કાબેલ માટે ચાલી રહેલા 9 ટકા પ્રિમિયમ સામે લિસ્ટિંગ 4.25 ટકા પ્રિમિયમે થયું હતું. જો કે, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ અને નિફ્ટી પણ 200 પોઈન્ટનો કડાકો નોંધાયો હોવા છતાં આઈપીઓનું પોઝિટીવ લિસ્ટિંગ શુભ સંકેત આપે છે.
આર આર કાબેલ પર નિષ્ણાત ટીપ્સ: પ્રવીણ સહાય – રિસર્ચ એનાલિસ્ટ, પ્રભુદાસ લીલાધર પ્રાઇવેટ લિમિટેડ
આર આર કાબેલ મજબૂત કમાણીને જોતાં નાણાકીય વર્ષ 2024-25માં વેલ્યૂ 35 ગણી વધવાના આશાવાદ સાથે હાલ 1407ના ટાર્ગટ સાથે ‘BUY’ રેટિંગ આપ્યું છે. RR કાબેલ એ W&C સેગમેન્ટમાં અનેક તકો જોઈ રહ્યું છે. 1) વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે મજબૂત બ્રાન્ડ 2) સારી માળખાગત ક્ષમતા વિસ્તરણ યોજનાઓ, 3) ડીલર્સ/ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં વધારો અને 4) નિકાસોમાં વિસ્તરણ.
જો કે કંપનીએ તેના FMEG પોર્ટફોલિયોને અકાર્બનિક રીતે વધાર્યો છે, તેમ છતાં તે પ્રીમિયમ બજારો તરફ ડાયવર્ટ કરીને આગામી વર્ષોમાં ખોટ ઘટાડવાની અપેક્ષા રાખે છે. FMEG માં કંપનીએ તેની બ્રાન્ડની હાજરી, પોઝિશનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ વધારી છે જેથી ખોટમાં ઘટાડો થાય. FY23-26માં 20.7%/38.8%/44.3%નો આવક/ EBITDA/ PATનો અંદાજ લગાવ્યો છે. જેના મુખ્ય કારણ 1) બિઝનેસ મિક્સમાં સુધારો 2) ઓપરેટિંગ લિવરેજ અને ખર્ચ ઑપ્ટિમાઇઝેશન 3) બ્રાન્ડ બિલ્ડિંગમાં રોકાણ અને 4) વિતરણની પહોંચમાં વધારો છે.
આજે 2 આઈપીઓ ખૂલ્યાઃ મેઈનબોર્ડ ખાતે આજે કુલ રૂ. 1931 કરોડના 2 આઈપીઓ ખૂલ્યા છે. જેમાં સાંઈ સિલ્ક રૂ. 210થી 222ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1201 કરોડ અને સિગ્નેચર ગ્લોબલ 366થી 385ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 730 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બંને આઈપીઓ 22 સપ્ટેમ્બરે બંધ થશે. ગ્રે માર્કેટમાં સાંઈ સિલ્ક માટે રૂ. 7 (3 ટકા) અને સિગ્નેચર ગ્લોબલ માટે રૂ. 40 (10 ટકા) પ્રિમિયમ નોંધાયા છે. યાત્રા ઓનલાઈનનો આઈપીઓ આજે બંધ થશે.