માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 18957- 18867, રેઝિસ્ટન્સ 19107- 19166, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, JSW સ્ટીલ
અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ઓવરસોલ્ડ ઝોનમાંથી ધીરે ધીરે બહાર આવવા સાથે નિફ્ટીએ શુક્રવારે બાઉન્સબેક સાથે 19000+ની સપાટી નોંધાવવા સાથે ટેકનિકલી જોઇએ તો તેની રેન્જ હવે 18900- 19250 પોઇન્ટની જણાય છએ. આ બન્ને લેવલમાંથી જે તરફ તેનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની આગેકૂચ ધ્યાનમાં રાખી શકાય. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18957- 18867 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ લેવલ અને 19107- 19166 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
બેન્ક નિફ્ટી માટે પણ સપોર્ટ 42563- 42344 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ 42921- 43059 પોઇન્ટની સપાટી મહત્વની રહેશે. શુક્રવારે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે 200 દિવસીય એવરેજના ક્રોસઓવર સાથે 43100 પોઇન્ટનું લેવલ ઇન્ટ્રા-ડે નોંધાવ્યું હતું.
43000 પોઇન્ટની સપાટી સાયકોલોજિકલ રહેશે અને પીએસયુ બેન્ક્સ ઉપર તેજીના વેપાર માટે સ્ટોપલોસ સાથએ વોચ રાખવાની સલાહ માર્કેટ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)