IPO ખૂલશે3 નવેમ્બર
IPO બંધ થશે7 નવેમ્બર
ફેસવેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડ57-60
લોટ250 શેર્સ
IPO સાઇઝ77166667શેર્સ
IPO સાઇઝ₹463 કરોડ
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટરૂ.5
લિસ્ટિંગBSE, NSE
Businessgujarat.in
rating
7/10

અમદાવાદ, 1 નવેમ્બરઃ ESAF Small Finance Bank શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 57-60ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 77,166,667 શેર્સના રૂ. 463 કરોડના IPO સાથે તા. 3 નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 7 નવેમ્બરે બંધ થશે. મિનિમમ એપ્લિકેશન લોટ 250 શેર્સ અને તેના ગુણાંકમાં રહેશે. શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

1992માં સ્થાપાયેલી , ESAF એ એક સ્મોલ ફાઇનાન્સ બેંક છે જે મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ-શહેરી ગ્રાહકોને લોન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માર્ચ 2023 સુધીમાં, બેંક પાસે 700 આઉટલેટ્સ, 743 ગ્રાહક સેવા કેન્દ્રો, 20 બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ અને 481 બિઝનેસ ફેસિલિટેટર્સનું નેટવર્ક છે.

બેંકની મુખ્ય સેવાઓ એટ એ ગ્લાન્સ

(a) માઇક્રો લોન(b) છૂટક લોન
(c) MSME લોન(d) નાણાકીય સંસ્થાઓને લોન
(e) કૃષિ લોન(f) અન્ય નાની લોન્સ

બેંક પાસે ભારતના 21 રાજ્યોમાં 581 ATM છે. બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ, મોબાઇલ બેન્કિંગ પ્લેટફોર્મ, SMS ચેતવણીઓ, બિલ ચૂકવણીઓ અને RuPay બ્રાન્ડેડ ATM કમ ડેબિટ કાર્ડ જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સુવિધાયુક્ત બેન્કિંગ ઓફર કરે છે. 31મી માર્ચ 2022 સુધીમાં બેંકે 4100 લોકોને રોજગારી પૂરી પાડી છે.

બેંકની મુખ્ય કામગીરી એટ એ ગ્લાન્સ

માઇક્રોલોન સેગમેન્ટમાં કેરળની
બહાર વિકાસમાં મદદ
ગ્રામીણ અને અર્ધ-શહેરી
વિસ્તારોમાં મજબૂત હાજરી
બેંકના મજબૂત ગ્રાહક સંબંધો
અને ટેકનોલોજી અપગ્રેડેશન
સુવિધા બેંકિંગ માટે ડિજિટલ
ટેકનોલોજી પ્લેટફોર્મ

ઇશ્યૂની ગુણવત્તા એક નજરેઃ IPO પછી, ESFBLની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ. 449.47 કરોડ વધારીને રૂ. થશે. 514.59 કરોડ IPO કિંમતના અપરબેન્ડના આધારે, કંપનીની માર્કેટકેપ રૂ. 3087.54 કરોડ થશે. તે જોતાં આ આઇપીઓમાં શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકાય તેવું પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો જણાવે છે.

કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

PeriodJun23Mar23Mar22Mar21
Assets20,7962022417707.5612,338.65
Revenue991.7831422147.511768.42
PAT129.96302.3354.73105.40
NetWorth1839.0917091406.801352.06
Reserves1389.621260957.32902.59
Borrowing2739.1333542952.831694.00
(આંકડા રૂ. કરોડમાં)

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, ESFBL એ કુલ આવક/ચોખ્ખો નફો રૂ. 1768.42 કરોડ / રૂ. 105.40 કરોડ (FY21), રૂ. 2147.51 કરોડ / રૂ. 54.73 કરોડ (FY22), અને રૂ. 3141.57 કરોડ / રૂ. 302.33 કરોડ (FY23) નોંધાવ્યા છે. 30 જૂન, 2023ના અંતે પૂરાં થયેલા FY24Q1 માટે, તેણે રૂ.129.96 કરોડનો ચોખ્ખો અને આવકો રૂ.991.78 કરોડ નોંધાવ્યા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરેરાશ EPS રૂ. 4.17 અને સરેરાશ RoNW 11.44%. 1.47ની P/BV ઉપર ઇશ્યૂ પ્રાઇસ નકકી કરાઇ છે. 30 જૂન, 2023 ના રોજ એનએવી 40.92, અને 1.39ની P/BV પર પોસ્ટ IPO NAV રૂ. 43.32 પ્રતિ શેર (અપરપ્રાઇસબેન્ડ અનુસાર) થાય છે. આમ ઇશ્યુ આકર્ષક કિંમત ધરાવે છે.

ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક IPOના હેતુઓ

બેંકની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે

બેંકના ટિયર-1 મૂડી આધારને વધારવા માટે

RBI દ્વારા નિયમનકારી આવશ્યકતાઓનું પાલન.

બેન્કના શેર્સ સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ કરાવવા.

લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, DAM કેપિટલ એડવાઈઝર્સ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ. Link Intime India Pvt. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)