હોનાસા કન્ઝ્યુમર આઈપીઓ લિસ્ટિંગ

ઈશ્યૂ પ્રાઈસ324
ખૂલ્યો324
વધી340
ઘટી322
બંધ337.15
રિટર્ન4.06%

અમદાવાદ, 7 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરમાં ટૂંકસમયમાં પ્રચલિત બનેલી બ્રાન્ડ મામાઅર્થનો આઈપીઓ રોકાણકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહ્યો. આજે તેની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર લિ.એ આઈપીઓનું ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 324ના સ્તરે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું હતું. જો કે, એક તબક્કે ઘટી 322 થયો હતો.

બીએસઈ ખાતે હોનાસા કન્ઝ્યુમરનો આઈપીઓ લિસ્ટિંગના પ્રથમ દિવસે 4.06 ટકા પ્રીમિયમે રૂ. 337.15 પર બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 340ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.

ગ્રે માર્કેટમાં હોનાસા કન્ઝ્યુમરના IPO માટે રૂ. 30 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેના પગલે, આઈપીઓ નિષ્ણાતોએ IPO 10 ટકાથી વધુના પ્રીમિયમ પર લિસ્ટેડ થવાની આગાહી કરી હતી. જે ખોટી ઠરી હતી.

Mamaearthનો IPO કુલ 7.61 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં રિટેલ પોર્શન 1.35 ગણો, QIB 11.50 ગણો અને NII કેટેગરીમાં 4.02 ગણો ભરાયો હતો. અગાઉ લિસ્ટેડ ન્યૂ એજ કંપનીઓની કામગીરીને જોતાં, રિટેલ રોકાણકારોએ મામાઅર્થના IPOમાં કોઈ ખાસ રસ દાખવ્યો ન હતો. પ્રથમ બે દિવસમાં માત્ર 70 ટકા જ સબસ્ક્રાઇબ થયો હતો. જો કે, બાદમાં ક્યુઆઈબી અને એનઆઈઆઈના સથવારે ઈશ્યૂ ફુલ્લી સબસ્ક્રાઈબ્ડ થયો હતો.

Honasa કન્ઝ્યુમર IPO 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી યોજાયો હતો. કંપનીએ રૂ. 324ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 1701 કરોડનું ફંડ એકત્રિત કર્યું હતું. જેમાં રૂ. 365 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને 4.12 કરોડની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.