Detailsensexnifty
P Close65,675.9319675.45
Open65,665.8719674.70
High66,358.3719875.25
Low65,507.0219627.00
Close65982.4819765.20
+306.5589.75
+%0.470.46

અમદાવાદ, 16 નવેમ્બરઃ ભારતીય શેરબજારોમાં સતત સુધારાની ચાલ વચ્ચે એક તબક્કે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 700+ પોઇન્ટ ઉછળ્યો હતો. પરંતુ સેકન્ડ હાફમાં શરૂ થયેલા પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે દિવસના અંતે 306.55 પોઈન્ટ્સ અથવા 0.47 ટકા વધીને 65,982.48 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન અતિ મહત્વની 19800 પોઇન્ટની સપાટીને એક તબક્કે ક્રોસ કરી ગયો હતો અને છેલ્લે 89.70 પોઈન્ટ્સ અથવા 0.46 ટકા વધીને 19,765.20ની સપાટી ઉપર બંધ રહ્યો હતો. સેક્ટોરલ્સ પૈકી આઇટી, ટેકનોલોજી, ઓઇલ એન્ડ ગેસ, ઓટો અને ફાર્મા શેર્સમાં પણ સુધારો જોવાયો હતો.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓઈલ એન્ડ ગેસ, ઓટો અને ફાર્મા સેક્ટર્સમાં સાર્વત્રિક સુધારાની ચાલમુખ્ય સુધરેલા શેર્સમાં હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી અને ઇન્ફોસિસ હતા

વિવિધ સેક્ટરોલ્સ પૈકી ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો હતો, જ્યારે રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને ઓટો એક-એક ટકા વધ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 39,563.13 અને 33,370.16 પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચવા સાથે અડધો ટકો સુધર્યા હતા.

BSE પર 300 થી વધુ શેરો 52-સપ્તાહની ઊંચી સપાટીએ

BSE પર 300 થી વધુ શેરો તેમની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમાં મુખ્ય શેર્સ પૈકી હીરો મોટોકોર્પ, વેલસ્પન કોર્પ, સાટિન ક્રેડિટકેર નેટવર્ક, એલ એન્ડ ટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, શ્રીરામ ફાઇનાન્સ, વન્ડરલા હોલિડેઝ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, વોકહાર્ટ, આઇપીસીએ લેબોરેટરીઝ, ટાટા મોટર્સ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે.

ટેકનિકલ એનાલિસિસઃ નિફ્ટીએ 19850ની સપાટી ક્રોસ કરવી આવશ્યક

નિફ્ટીએ ગુરુવારે 19800 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા કોશિશ કરી હતી. હવે 19850 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરે તો સુધારાને વેગ મળી શકે તેવું મોટાભાગના ટેકનિકલ નિષ્ણાતો મંતવ્ય આપી રહ્યા છે. નીચામાં 19400- 19300 પોઇન્ટની સપાટીઓ મહત્વની સપોર્ટ લેવલ રહેશે. બેંક નિફ્ટી માટે, 44510 પર 100-સરળ મૂવિંગ એવરેજ (SMA) એ મુખ્ય અવરોધ રહેશે તે ક્રોસ કરે તે જરૂરી છે. ડાઉનસાઇડ પર, 43,500–43,600 સપોર્ટ હશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)