રાશી પેરિફેરલ્સનો IPO 7 ફેબ્રુઆરીએ ખુલશે, પ્રાઈસબેન્ડઃ રૂ.295- 311
IPO ખૂલશે | 7 ફેબ્રુઆરી |
IPO બંધ થશે | 9 ફેબ્રુઆરી |
ફેસ વેલ્યૂ | રૂ.5 |
પ્રાઇસબેન્ડ | રૂ.295-311 |
લોટ સાઇઝ | 48 શેર્સ |
કુલ સાઇઝ | 19292604 શેર્સ |
કુલ સાઇઝ | રૂ. 600 કરોડ |
લિસ્ટિંગ | NSE, BSE |
businessgujarat.in રેટિંગ | 7/10 |
અમદાવાદ, 4 ફેબ્રુઆરી: ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (ICT) પ્રોડક્ટ્સની ગ્લોબલ ટેકનોલોજી બ્રાંડ્સ રાશી પેરિફેરલ્સ શેરદીઠ રૂ.5ની ફેસવેલ્યૂ અને રૂ. 295-311ની પ્રાઇસબેન્ડ ધરાવતાં આઈપીઓ સાથે 7 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 9 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 48 ઈક્વિટી શેર્સ અને તેથી વધુમાં 48 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકશે. આ ઈસ્યુ કુલ રૂ. 6,000 મિલિયન માટેનો, સંપૂર્ણપણે નવા જ ઈક્વિટી શેર્સ માટેનો છે અને તેમાં ઓફર ફોર સેલનો કોઈ હિસ્સો નથી. આ ઈસ્યુ કુલ રૂ. 6,000 મિલિયન માટેનો, સંપૂર્ણપણે નવા જ ઈક્વિટી શેર્સ માટેનો છે અને તેમાં ઓફર ફોર સેલનો કોઈ હિસ્સો નથી.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે
નવા ઈસ્યુની ચોખ્ખી આવકોમાંથી રૂ. 3,260 મિલિયન સુધીની રકમનો ઉપયોગ કંપની દ્વારા ઉધાર લેવાયેલી કેટલીક રકમની બાકી સંપૂર્ણ અથવા તો આંશિક પરત ચૂકવણી કે આગોતરા પરત ચૂકવણી માટે કરાશે, રૂ. 2,200 મિલિયન સુધીની રકમનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડી માટેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરાશે તથા ચોખ્ખી આવકોમાંથી બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.
લીડ મેનેજર્સ | લિસ્ટિંગ |
JM ફાયનાન્સિયલ તથા ICICI બુક રનિંગ લીડ મેનેજર્સ છે | કંપનીના શેર્સ એનએસઇ તથા બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાશે |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
પિરિયડ | Sep23 | Mar23 | Mar22 | Mar21 |
એસેટ્સ | 4059 | 2799 | 2670 | 1594 |
આવકો | 5473 | 9469 | 9322 | 5930 |
કરપૂર્વે નફો | 72.02 | 123 | 182.5 | 136 |
નેટવર્થ | 773 | 700 | 575 | 394 |
રિઝર્વ્સ | 686 | 760 | 558 | 396 |
કુલ દેવા | 1395 | 1066 | 882 | 489 |
રાશી પેરિફેરલ્સ ભારતમાં ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (“આઈસીટી”) પ્રોડક્ટ્સની ગ્લોબલ ટેકનોલોજી બ્રાંડ્સના કારોબારની વૃદ્ધિના સંદર્ભમાં મોખરાના ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર્સમાંના એક છે. કંપની પ્રી-સેલ એક્ટિવિટીઝ, સોલ્યુશન્સ ડીઝાઈન, ટેકનિકલ સપોર્ટ, માર્કેટિંગ સર્વિસીઝ, ક્રેડિટ સોલ્યુશન્સ તથા વોરંટી મેનેજમેન્ટ સર્વિસીઝ જેવી એન્ડ-ટુ-એન્ડ મૂલ્યવર્ધિત સેવાઓની ઓફર દ્વારા અન્યોથી અલગ તરી આવે છે. સપ્ટેમ્બર 30, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપની 52 ગ્લોબલ ટેકનોલોજી બ્રાંડ્સ માટેના રાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુશન ભાગીદારો છે.
કંપની 52 ગ્લોબલ ટેકનો. બ્રાન્ડ્સ સાથે ભાગીદારી ધરાવે છેઃ સપ્ટેમ્બર 30, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપની 50 બ્રાંચનું ભારતવ્યાપી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે જે વેચાણો તેમજ સર્વિસ સેન્ટર્સ તરીકે કામ કરે છે તેમજ ભારતભરમાં 680 લોકેશન્સને આવરી લેવાત 63 વેરહાઉસ ધરાવે છે. આરપીટેકનો ધ્યેય ટાયર 1 અને ટાયર 2 શહેરો સહિતના મેટ્રો સિવાયના શહેરોમાં તથા અન્ય ગ્રામ્ય ભૌગોલિક વિસ્તારોમાં પોતાની ભૌગોલિક ઉપસ્થિતિના વિસ્તરણનો છે. આ વિસ્તારો પર્સનલ કોમ્પ્યુટર્સ, સ્માર્ટ ફોન્સ, ઈન્ટરનેટ ડીવાઈસિઝ, નેટવર્કિંગ ડીવાઈસિઝ વગેરેના ઉપયોગ માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા હોવાનું ટેકનોપેકનો અહેવાલ જણાવે છે.
businessgujarat.in એનીલિસિસ એટ એ ગ્લાન્સ
કંપની ભારતમાં અગ્રણી ICT ઉત્પાદન વિતરક છે | FY21/ FY22 માટે સારો નાણાકીય દેખાવ ધરાવે છે |
FY24 કમાણીના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો છે | મધ્યમ/લાંબાગાળા માટે ઇશ્યૂ પસંદ કરી શકાય |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)