Spicejetએ સેલેસ્ટિયલ એવિએશન સાથેનો વિવાદ રૂ. 235 કરોડમાં ઉકેલ્યો
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ બજેટ એરલાઇન સ્પાઇસજેટ અને એરકેપની પેટા કંપની સેલેસ્ટિયલ એવિએશન વચ્ચેનો વિવાદ $2.99 કરોડ(રૂ. 250 કરોડ)માં સમાધાન મારફત ઉકેલ્યો છે. પરિણામે, બંને કંપનીઓએ હવે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિં.
સ્પાઈસજેટ અને એરકેપે ગયા અઠવાડિયે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની બેન્ચને જાણ કરી હતી કે સમાધાનની શરતો મંજૂર થઈ છે અને તેઓએ મુલતવી રાખવાની વિનંતી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી. હવે આ મામલો ઔપચારિક રીતે 1 માર્ચ સુધી મુલતવી રાખ્યો છે.
આશરે રૂ. 4490 કરોડના માર્કેટ કેપ સાથે સ્પાઇસજેટ લિમિટેડના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 77.50 છે જ્યારે 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 22.65 છે. સ્પાઇસજેટ લિમિટેડના શેરે છેલ્લા 6 મહિનામાં રૂ. 31ના નીચા સ્તરેથી રોકાણકારોને 114 ટકા રિટર્ન આપ્યું છે.
સ્પાઇસજેટ લિમિટેડનો શેર 23 મે, 2023ના રોજ ₹24ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યાંથી અત્યાર સુધીમાં રોકાણકારોને 160 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. સ્પાઇસજેટ લિમિટેડના શેરોએ 18 એપ્રિલ, 1996ના રોજ ₹16ના નીચા ભાવથી રોકાણકારોને 314 ટકા રિટર્ન આપ્યું છે.
સ્પાઈસજેટ લિમિટેડે શેરબજારને જાણ કરી છે કે સ્પાઈસજેટ લિમિટેડ અને સેલેસ્ટિયલ એવિએશને રૂ. 250 કરોડનો વિવાદ સહમતિથી ઉકેલી લીધો છે. સ્પાઇસજેટ લિમિટેડ આ સેટલમેન્ટ હેઠળ રૂ. 235 કરોડની બચત કરશે.
સેલેસ્ટિયલ એવિએશન અને સ્પાઈસજેટ લિમિટેડે રૂ. 250 કરોડના વિવાદનું પરસ્પર સમાધાન કર્યું છે. બંને પક્ષોના પ્રતિનિધિઓએ ગયા અઠવાડિયે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલને જાણ કરી હતી કે બંને પક્ષો પરસ્પર વાટાઘાટો દ્વારા વિવાદનો ઉકેલ લાવવા સંમત થયા છે અને મામલો મુલતવી રાખવાની માંગ કરી છે. આ પછી કોર્ટે બંને પક્ષોની માંગણીઓ સ્વીકારી હતી.
હવે આ મામલો ઔપચારિક રીતે 1 માર્ચે પાછો ખેંચી લેવામાં આવશે. સ્પાઈસજેટે તાજેતરમાં પ્રેફરન્શિયલ ઈસ્યુ દ્વારા રૂ. 1060 કરોડ એકત્ર કર્યા છે. આ રોકાણકારોમાં Aries Opportunities Fund Limited અને Elara India Opportunities Fund Limitedનો સમાવેશ થાય છે.