અમદાવાદ, 2 એપ્રિલઃ ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ સતત વિકસી રહી છે. ભારતનો એચએસબીસી પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) માર્ચમાં 59.1 નોંધાયો છે, જે 16 વર્ષમાં સૌથી વધુ છે. ઑક્ટોબર 2020 પછીના આઉટપુટ અને નવા ઓર્ડરમાં સૌથી મજબૂત વધારાને કારણે HSBC ઇન્ડિયા PMI 16 વર્ષની ટોચે પહોંચ્યો છે. જે ઇતિહાસમાં ઇનપુટ ઇન્વેન્ટરીઝમાં બીજા સૌથી તીવ્ર ઉછાળા સાથે મજબૂત ઈકોનોમીના સંકેત આપે છે.

ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 56.9 હતો. સતત 33માં મહિને પીએમઆઈ 50 પોઈન્ટથી વધુ રહ્યો છે. 50થી વધુ પીએમઆઈ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓનું વિસ્તરણ, જ્યારે 50થી ઓછો પીએમઆઈ સંકોચન દર્શાવે છે.

“ભારતનો માર્ચ મેન્યુફેક્ચરિંગ PMI 2008 પછી તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. કંપનીઓએ મજબૂત ઉત્પાદન અને નવા ઓર્ડરના કારણે ભરતીનું પ્રમાણ પણ વધાર્યું છે. મજબૂત માંગ અને ક્ષમતામાં આકરા વલણના કારણે માર્ચમાં ઇનપુટ કોસ્ટ ફુગાવો વધ્યો હોવાનું એચએસબીસીના અર્થશાસ્ત્રી ઈન્સ લેમે જણાવ્યું હતું.

2 એપ્રિલના રોજ જાહેર કરાયેલા PMI ડેટા મુજબ, માંગમાં વધારો થવાના અહેવાલો વચ્ચે માર્ચ દરમિયાન લગભગ સાડા ત્રણ વર્ષમાં નવા ઓર્ડરની વૃદ્ધિ સૌથી ઝડપી થઈ હતી. સ્થાનિક અને નિકાસ બંને બજારોમાંથી નવા કામનો પ્રવાહ વધ્યો છે. આફ્રિકા, એશિયા, યુરોપ અને યુએસમાં વધુ સારા વેચાણો નોંધાવાની શક્યતા છે. મે 2022થી નવા નિકાસ ઓર્ડર સૌથી ઝડપી ગતિએ વધ્યા છે.

2023ના મધ્યભાગથી ખરીદીના જથ્થામાં સૌથી ઝડપી દરે વધારો થયો હતો, અને તે લગભગ 13 વર્ષમાં સૌથી વધુ મજબૂત હતો, કારણ કે કંપનીઓએ વેચાણમાં અપેક્ષિત સુધારાઓ અગાઉથી સ્ટોક બનાવવાની માંગ કરી હતી. કેપિટલ ગુડ્સ ઇનપુટ ખરીદી અને સ્ટોકપાઈલીંગ બંને સંદર્ભે વૃદ્ધિ જોવા મળી છે.

માર્ચમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મિક્સ વલણ જોવા મળ્યુ છે. આયોજિત માર્કેટિંગ, નવા પ્રોડક્ટ્સની માગ, અને ઈન્કવાયરી પ્રત્યે આશાવાદ જળવાઈ રહ્યો છે. એકંદરે સેન્ટિમેન્ટ સુધર્યુ છે. ફુગાવો પણ ચાર માસના તળિયે પહોંચતાં ઉત્પાદન ગતિવિધિઓ વધશે.