જૂન-22 ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ ટોચે જ્યારે FPIનું હોલ્ડિંગ 10 વર્ષના તળિયે
સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માર્ચ-22 ત્રિમાસિકના 23.34 ટકા સામે વધી 23.53 ટકાની સર્વોચ્ચ સપાટીએ, રૂ. 1.30 લાખ કરોડનું ઇવેસ્ટમેન્ટ કર્યું– PRIME DATABASE REPORT | FPIનો હિસ્સો માર્ચ-22ના 20.16%થી 96 bps ઘટી 19.20%ની 10 વર્ષની નીચી સપાટીએ, 1.07 લાખ કરોડની નેટ વેચવાલી નોંધાવી– PRANAV HALDIA |
- માર્ચ-15માં એફપીઆઇનો હિસ્સો 23.30 ટકા રહેવા સામે સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માંડ 18.47 ટકા હતો.
અમદાવાદઃ ભારતીય શેરબજારોની તેજી- મંદી માટેનું મુખ્ય ફેક્ટર ગણાતાં વિદેશી રોકાણકારોનું જૂન-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક દરમિયાન હોલ્ડિંગ- હિસ્સો ઘટીને છેલ્લા 10 વર્ષના તળિયે પહોંચ્યો છે. તેની સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓ (ખાસ કરીને મ્યુ. ફંડ્સ, ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ્સ, પેન્શન ફંડ, વીમા કંપનીઓ અને બેન્કો) સહિતના સ્થાનિક રોકાણકારોનો હિસ્સો ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જે દર્શાવે છે કે સ્થાનિક રોકાણકારોનું વર્ચસ્વ ભારતીય શેરબજારોમાં વધી રહ્યું છે.
PRIME ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક સંસ્થાઓ અને રોકાણકારોનો હિસ્સો વધવાની સ્થિતિ વિદેશી સંસ્થાઓના વલણ સામે કાઉન્ટર બેલેન્સિંગ તરીકેની મહત્વની ભૂમિકા રહી હોવાનું દર્શાવે છે. જોકે, તેમ છતાં એ નોંધવુ પડે કે, વિદેશી સંસ્થાઓના હોલ્ડિંગ કરતાં સ્થાનિક સંસ્થાઓનું હોલ્ડિંગ હજી પણ 26.77 ટકા જેટલું નીચું રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો બે વર્ષની ટોચે પહોંચ્યો
NSE પર લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ચોથા ક્વાર્ટરમાં વધ્યો હતો અને 30 જૂન, 2022ના 7.95 ટકાની 2 વર્ષની ટોચે પહોંચ્યો હતો, જે 31 માર્ચ, 2022ના 7.75 ટકા હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન મ્યુ. ફંડોએ INR 73,857 કરોડના ચોખ્ખા રોકાણ સાથએ તેમનો હિસ્સો વધ્યો છે. જોકે INR મૂલ્યની દ્રષ્ટિએ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 31 માર્ચ, 2022 ના INR 19.99 લાખ કરોડથી 30 જૂન, 2022ના 5.52 ટકા ઘટીને INR 18.88 લાખ કરોડ થયું હતું.
વીમા કંપનીઓનો હિસ્સો 15 બીપીએસ વધ્યો
વીમા કંપનીઓનો હિસ્સો પણ 31 માર્ચ, 2022 ના 5.00 ટકાથી વધીને 30 જૂન, 2022ના 5.15 ટકા થયો હતો. જોકે INR મૂલ્યની દ્રષ્ટિએ, તે પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફરીથી 5.01 ટકા ઘટી ગયો હતો. 30 જૂન, 2022 ના INR 12.24 લાખ કરોડ થયો છે. ખાસ કરીને ઇક્વિટીમાં રોકાણમાં LIC સિંહફાળો ધરાવે છે. LICનો હિસ્સો (286 કંપનીઓમાં જ્યાં તેનું હોલ્ડિંગ 1 ટકાથી વધુ છે) 31 માર્ચ, 2022ના 3.83 ટકાથી વધીને 30 જૂન, 2022ના 3.92 ટકા થયું છે.
રિટેલ રોકાણકારોનો હિસ્સો સાધારણ ઘટ્યો
NSE પર લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો (કંપનીમાં INR 2 લાખ સુધીનું શેરહોલ્ડિંગ ધરાવતી વ્યક્તિઓ) 31 માર્ચ, 2022ના 7.42 થી 30 જૂન, 2022ના નજીવું ઘટીને 7.40 ટકા થયું હતું. INR મૂલ્યની દ્રષ્ટિએ પણ, રિટેલ હોલ્ડિંગ 31 માર્ચ, 2022 ના INR 19.15 લાખ કરોડથી ઘટીને INR 17.58 લાખ કરોડ થયું છે, જે 8.18 ટકાનો ઘટાડો દર્શાવે છે.
એચએનઆઇનો હિસ્સો ઘટી 2.08 ટકા થયો
NSE પર લિસ્ટેડ કંપનીઓમાં હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) (કંપનીમાં 2 લાખથી વધુ શેરહોલ્ડિંગ ધરાવતી વ્યક્તિઓ)નો હિસ્સો પણ 31 માર્ચ, 2022ના 2.21 ટકાથી 30 જૂન, 2022ના ઘટીને 2.08 ટકા થયો હતો. જેમ કે, સંયુક્ત રિટેલ અને HNI શેર 30 જૂન, 2022ના 9.47 ટકા હતો, જે 31 માર્ચ, 2022ના 9.63 ટકા હતો. NSE પર લિસ્ટેડ કંપનીઓમાં FPIsનું હોલ્ડિંગ 30 જૂન, 2022ના INR 45.62 લાખ કરોડ હતું, જે 31 માર્ચ, 2022ના INR 51.99 લાખ કરોડથી 12.26 ટકા ઘટી ગયું હતું.
પ્રમોટર્સનો હિસ્સો 45.12 ટકાથી ઘટી 44.33 ટકા થયો
NSE પર લિસ્ટેડ કંપનીઓમાં ખાનગી પ્રમોટરોનો હિસ્સો 31 માર્ચ, 2022ના 45.12 ટકાથી 30 જૂન, 2022ના ઘટીને 44.33 ટકા થયો હતો. 13 વર્ષના સમયગાળામાં (જૂન 2009થી), ખાનગી પ્રમોટરોનો હિસ્સો સતત વધી રહ્યો છે. 30 જૂન, 2009ના 33.60 ટકાથી વધીને. INR મૂલ્યની દ્રષ્ટિએ, NSE પર લિસ્ટેડ કંપનીઓમાં ખાનગી પ્રમોટર હોલ્ડિંગ 30 જૂન, 2009ના માત્ર INR 14.49 લાખ કરોડથી 7 ગણું વધીને INR 105.32 લાખ કરોડ થઈ ગયું છે. છેલ્લા 13 વર્ષમાં ‘ભારતીય’ ખાનગી પ્રમોટર્સનો હિસ્સો 26.44 ટકાથી વધીને 35.67 ટકા થયો છે, ત્યારે ‘વિદેશી’ પ્રમોટર્સનો હિસ્સો 7.16 ટકાથી વધીને માત્ર 8.66 ટકા થયો છે.
ટોચની 10 કંપનીઓમાં પ્રમોટર્સ ઉપરાંત FPI, DIIની ત્રિપુટીએ રોકાણ વધાર્યું
- એસ્કોર્ટ્સ કુબોટા
- ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની
- KRBL
- ડેલ્ટા કોર્પ
- મહારાષ્ટ્ર સીમલેસ
- NCC
- એપકોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ
- મોલ્ડ-ટેક પેકેજિંગ
- પીએસપી પ્રોજેક્ટ્સ
- ઝોટા હેલ્થ કેર