24 એપ્રિલથી NSE નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ (NIFTYNXT50) પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરશે
મુંબઇ, 18 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ (NIFTYNXT50) પર ડેરિવેટિવ્ઝ માટે મંજૂરી મળી ગઈ છે, જેના આધારે 24 એપ્રિલ, 2024થી આ કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવશે. એક્સચેન્જ 3 સીરિયલ માસિક ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ સાયકલ ઓફર કરશે. રોકડમાં સેટલ થનારા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ એક્સપાયરી મહિનાના છેલ્લા શુક્રવારે સમાપ્ત થશે.
નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ, નિફ્ટી 50ની કંપનીઓને બાદ કરતાં નિફ્ટી 100ની 50 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. માર્ચ 2024 સુધીમાં, ઇન્ડેક્સમાં નાણાકીય સેવા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ સૌથી વધુ 23.76%, ત્યારબાદ 11.91% સાથે કેપિટલ ગુડ્સ સેક્ટર અને 11.57% પ્રતિનિધિત્વ સાથે કન્ઝ્યુમર સર્વિસીઝ હતું. આ ઇન્ડેક્સ 1 જાન્યુઆરી , 1997 ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેના બેઝ ડેટ અને બેઝ વેલ્યુ અનુક્રમે 3 નવેમ્બર 1996 અને 1000 હતા. વિતેલા વર્ષોમાં, ઇન્ડેક્સની પદ્ધતિમાં સુધારો થતો રહ્યો છે. 4 મે, 2009થી ઈન્ડેક્સ કોમ્પ્યુટેશન પદ્ધતિને ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન વેઈટેડ મેથડમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારબાદ, ઘટક શેરો માટે વેઈટ કેપિંગની રજૂઆત કરવામાં આવી હતી, જેના પર ડેરિવેટિવ્સ ઉપલબ્ધ ન હતા. 2023માં તેને સુધારીને 10% પર મર્યાદિત નોન-F&O શેરોમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું, જ્યારે ઈન્ડેક્સમાં નોન-F&O સ્ટોક વ્યક્તિગત રીતે ત્રિમાસિક રિબેલેન્સ તારીખો પર 4.5% પર મર્યાદિત છે
ઇન્ડેક્સના ઘટકોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 70 ટ્રિલિયન છે, જે 29 માર્ચ, 2024 સુધી NSE પર લિસ્ટેડ શેરોના કુલ માર્કેટ કેપિટલના લગભગ 18%નું પ્રતિનિધિત્વ કરે છે. ઈન્ડેક્સના ઘટકોનું કુલ દૈનિક સરેરાશ ટર્નઓવર રૂપિયા 9,560 કરોડ છે, જે 2024ના નાણાકીય વર્ષના કેશ માર્કેટ ટર્નઓવરના લગભગ 12% જેટલું છે.
નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સનો નિફ્ટી 50 ઇન્ડેક્સ સાથે 71% સહસંબંધ અને 0.95નું બીટા મૂલ્ય છે. નાણાકીય વર્ષ 2024માં નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સ સાથે તેનો 90%નો સહસંબંધ છે.
તાજેતરના વર્ષોમાં, એક્સચેન્જે જાન્યુઆરી 2022માં નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ (MIDCPNIFTY) પર ડેરિવેટિવ્ઝ અને જાન્યુઆરી 2020માં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સ (FINNIFTY) પર ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બહુવિધ પ્રોડક્ટ રજૂ કરી હતી. MIDCPNIFTY ડેરિવેટિવ્ઝે રૂપિયા 2,888 કરોડના ફ્યુચર્સ ટર્નઓવર, 16.7 કરોડ ઓપ્શન કોન્ટ્રાક્ટ ટ્રેડેડ અને રૂપિયા 17,283 કરોડના ઓપ્શન પ્રીમિયમ ટર્નઓવરની ટોચની સપાટીઓ નોંધાવી છે. FINNIFTY ડેરિવેટિવ્ઝે રૂપિયા 1,288 કરોડનું ફ્યુચર્સ ટર્નઓવર, 38.2 કરોડ ઓપ્શન કોન્ટ્રાક્ટ ટ્રેડેડ અને રૂપિયા 32,994 કરોડના ટર્નઓવરની ટોચની સપાટીઓ જોઈ છે. કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં, WTI ક્રૂડ ઓઈલ ફ્યુચર્સના ઓપ્શનમાં 1,02,304 કોન્ટ્રાક્ટની ટોચ જોવા મળી છે.
આ પ્રસંગે, NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ (NIFTYNXT50) પર ડેરિવેટિવ્ઝની શરૂઆત હાલના ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ માળખા માટે સારી રીતે પૂરક બનશે. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ, ટોચના લાર્જ અને લિક્વિડ સ્ટોક્સ ધરાવતા નિફ્ટી 50 ઇન્ડેક્સ અને ટોચના લાર્જ અને લિક્વિડ મિડ કેપિટલાઇઝ્ડ સ્ટોક્સ ધરાવતા નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ વચ્ચેની જગ્યાનું પ્રતિનિધિત્વ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)