આત્મનિર્ભર ભારત અને અમૃતકાળ માટે ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી મહત્વપૂર્ણઃ ઉન્નત પંડિત
અમદાવાદ, 26 એપ્રિલ: આજે વર્લ્ડ આઇપી ડે છે અને આ વર્ષની થીમ “આઇપી એન્ડ એસડીજીઃ બિલ્ડિંગ અવર કોમન ફ્યુચર વીથ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી” છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ એસડીજી માટે કામ કરી રહી છે તેમ છતાં દરેક લક્ષ્યમાં 12-15 ટકા જેટલી જ વૃદ્ધિ હાંસલ થઇ શકી છે. આપણે એસડીજીમાંથી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ટેક્નોલોજી, ઇનોવેશન અને રચનાત્મકતા સાથે ઉકેલોની શોધ કરીએ તે ખૂબજ જરૂરી છે. આઇપી અને ઇનોવેશન રચનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં, આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં તથા વૈશ્વિક પડકારોને સંબોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે એ આપણા દરેક માટે કાર્યક્ષમ અને અસરકારક કાર્યપદ્ધતિ હોય તે આપણે સુનિશ્ચિત કરવું જ જોઇએ. આબોહવા, શૂન્ય ભૂખમરો, શૂન્ય ગરીબી, સ્વચ્છ પાણી અને સારા આરોગ્ય સંબંધિત એસડીજીની સમસ્યાઓને સંબોધતી કાર્યપદ્ધતિમાં આઇપી સંચાલિત ઉકેલો ખૂબજ આવશ્યક છે. આત્મ-નિર્ભર ભારત અને અમૃતકાળ માટે આઇપી એક મહત્વપૂર્ણ પરિબળ છે તથા આગામી બે દાયકાઓમાં આપણે બધા ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી દ્વારા થનાર પરિવર્તનનો હિસ્સો બનીશું, તેમ એસોચેમ ગુજરાત કાઉન્સિલ દ્વારા આયોજિત આઇપીઆર કોન્કલેવ ખાતે ભારત સરકારના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ (સીજીપીડીટીએમ) પ્રોફેસર (ડો.) ઉન્નત પી. પંડિતે જણાવ્યું હતું.
એક વર્ષમાં 90,300 નવી પેટન્ટની અરજી
આ ક્ષેત્રે વિકાસ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પેટન્ટ મેળવવામાં 9 થી11 વર્ષનો સમય લાગે છે. તેમાં ઘણો વિલંબ થતો હતો અને અમે વહીવટી પડકારોને સંબોધવા, સિસ્ટમમાં જરૂરી ટેક્નોલોજીકલ પાસાઓને સામેલ કરવા તથા પારદર્શિતા લાવવા ઉપર કામ કર્યું, જેથી અરજદાર સરકાર દ્વારા અપાયેલા હકોને મેળવે. નાણાકીય વર્ષ 2023-24માં અમે એક વર્ષમાં 1 લાખ પેટન્ટ આપી છે. વર્ષ 2014માં એક વર્ષમાં આશરે 6 હજાર ગ્રાન્ટ અપાતી હતી તથા 10 વર્ષમાં તેમાં વૃદ્ધિ તમે જોઇ શકો છો. એક વર્ષમાં અમારી પાસે 90,300 નવી પેટન્ટની અરજી છે, જેનો મતલબ દર છ મીનીટમાં એક વૈજ્ઞાનિક સંશોધન અથવા ટેક્નોલોજી અથવા ઇનોવેટિવ પ્રોડક્ટ ભારતમાં આઇપી પ્રોટેક્શન માગે છે. તે ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે. એક વર્ષમાં અમે આશરે 3 લાખ ટ્રેડમાર્ક મંજૂર કર્યાં છે.
એસોચેમ ગુજરાત કાઉન્સિલના ચેરમેન – આઇપીઆર કમીટી નકુલ શેરદલાલે જણાવ્યું હતું કે, અમે આઇપી ઉપર સંખ્યાબંધ સેમિનાર યોજ્યાં છે. છેલ્લાં 10 વર્ષમાં અમે ઘણાં આગળ વધ્યાં છીએ અને આજે જ્યારે આપણે સેમિનાર યોજ્યો છે, ત્યારે આપણે જોઇ શકીએ છીએ કે ઇન્ડસ્ટ્રીએ ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી સંદર્ભે ઘણી પ્રગતિ કરી છે. આ કોન્કલેવમાં સામેલ બીજા વક્તાઓમાં એસોચેમ ગુજરાત કાઉન્સિલની ફાઇનાન્સિયલ એન્ડ રેગ્યુલેટરી અફેર્સ કમીટીના ચેરમેન અનુજ શેરદલાલ, ગુજરાત ઇનોવેશન સોસાયટીના ચેરમેન સુનિલ શાહ, ગુજરાત નોલેજ સોસાયટીના જોઇન્ટ સીઇઓ ધર્મેન્દ્ર ડી. માંડલિયાએ ઉપસ્થિત રહ્યાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)