ગ્રીન એનર્જી સેક્ટરના 5 મહારથી IPO આવે છે…
NTPC ગ્રીન એનર્જી, NHPC રિન્યુએબલ એનર્જી, SJVN ગ્રીન એનર્જી, ONGC ગ્રીન અને એનએલસી ઇન્ડિયા ગ્રીન એનર્જી
અમદાવાદ, 1 મેઃ
આઇનોક્સ વિન્ડ એનર્જી અને કેપીઆઇ ગ્રીન એનર્જી જેવા કેટલાક રિન્યુએબલ એનર્જી શેર્સમાં તેમના લિસ્ટિંગ બાદ છેલ્લા વર્ષમાં 450-500%નો ઉછાળો નોંધાવ્યો છે, જ્યારે અન્ય 15 થી વધુ શેરોએ 100% કરતા વધુ વળતર જોયું છે. આનો લાભ મેળવવા માટે, ઘણી કંપનીઓ પણ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવાના પ્રયાસો વેગવાન બની રહી છે. એટલુંજ નહિં, કેટલીક ભારતીય કંપનીઓ પણ ગ્રીન એનર્જી સાથે આગળ વધી રહી છે. હાલના રિન્યુએબલ સ્ટોક્સ રોકાણકારો માટે મોંઘા દેખાઈ શકે છે. પરંતુ રિન્યુએબલ માર્કેટ આગામી પાંચ રિન્યુએબલ એનર્જી IPO સાથે ઝગમગી ઉઠે તેવી શક્યતા છે.
1 NTPC ગ્રીન એનર્જી
NTPC ગ્રીન એનર્જી એ NTPC લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. એનટીપીસીની ગ્રીન એનર્જી આર્મ નવેમ્બર 2024 સુધીમાં રૂ. 100 બિલિયનના આઇપીઓ માટે જુલાઇ સુધીમાં શેરબજારો પર લિસ્ટિંગ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરે તેવી શક્યતા છે. IPO દ્વારા પેદા થતી મૂડીને સૌર, પવન અને અન્ય સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સમાં વહન કરવામાં આવશે, પેટ્રોનાસે NGEL માટે આશરે રૂ. 40 બિલિયન (bn)માં હિસ્સો ખરીદવાની ઓફર કરી હતી.
2 NHPC રિન્યુએબલ એનર્જી
NHPC રિન્યુએબલ એનર્જી એ NHPC લિમિટેડની પેટાકંપની છે. કંપની તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને 1,300 મેગાવોટથી વધુ સોલર પ્રોજેક્ટ્સની પાઇપલાઇન સાથે વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે. NHPC તેની ક્લીન એનર્જી પેટાકંપની, NHPC રિન્યુએબલ એનર્જી આઇપીઓ અથવા આગામી બે થી ત્રણ વર્ષમાં ખાનગી પ્લેસમેન્ટ દ્વારા વ્યૂહાત્મક રોકાણકારોને તેનો હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.
3 SJVN ગ્રીન એનર્જી
SJVN ગ્રીન એનર્જી એ SJVN ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. જોકે, IPO માટે રિન્યુએબલ એનર્જી મેજર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિન્યુએબલ ક્ષમતા વધારામાં આશરે રૂ. 15 બિલિયનનું રોકાણ કરવાની યોજના સાથે, કંપની ટૂંક સમયમાં જાહેરમાં જવાનું વિચારી શકે છે.
4 ONGC ગ્રીન
ONGC પેટા કંપની ઓએનજીસી ગ્રીનમાં રૂ. 990 મિલિયન ઇક્વિટી રોકાણને મંજૂરી આપી હતી. તેના બોર્ડે ONGC ગ્રીનમાં વધારાના રૂ. 11 અબજનું રોકાણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. IPO અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, કંપની ટૂંક સમયમાં આવી યોજનાઓ પર વિચાર કરી શકે છે.
5 એનએલસી ઇન્ડિયા ગ્રીન એનર્જી
NLC ઇન્ડિયાની સંપુર્ણ માલિકીની પેટા કંપની NLC ઇન્ડિયા ગ્રીન એનર્જી લિમિટેડ (NIGEL) એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સાથે ખાવડા સોલાર પાર્ક ખાતે સૂચિત 600 MW સોલાર પાવર પ્રોજેક્ટ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ IPO વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી; જો કે, તે ક્ષિતિજ પર હોઈ શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)