સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપે SMFG ઇન્ડિયા ક્રેડિટમાં રૂ. 1,300 કરોડનું રોકાણ કર્યું
મુંબઇ, 7 મે: સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપ ઇન્ક (SMFG)એ SMFG ઇન્ડિયા ક્રેડિટ કુ. લિમીટેડ (અગાઉ ફુલરટોન ઇન્ડિયા ક્રેડિટ કું. લિમીટેડ તરીકે જાણીતી) (SMICC)માં રાઇટ્સ ઇસ્યુ મારફતે રૂ. 1,300 કરોડનુ રોકાણ કર્યુ છે. SMICCએ પોતાની સંપૂર્ણ માલિકીની SMFG ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કુ. લિમીટેડ (અગાઉની ફુલરટોન ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કું. લિમીટેડ) (SMFG ગૃહશક્તિ)માં રૂ. 150 કરોડનું રોકાણ કર્યુ છે.
આ અંગે SMICCના ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર પંકજ મલિકએ જણાવ્યું હતુ કે SMFG દ્વારા રૂ. 1,300 કરોડનું ભંડોળ ઉમેરણ SMICC માટે અગત્યની ક્ષણ છે. આ વ્યૂહાત્મક પગલું અમારા વિસ્તરણ પ્રયત્નોને મજબૂત બનાવવા પર ભાર મુકે છે. SMICCએ SMFG ગૃહશક્તિમાં રૂ. 150 કરોડનું રોકાણ કર્યુ છે. SMICCની સંચાલન હેઠળની અસ્કયામત (એયુએમ) 31 ડિસેમ્બર 2023ના રોજ રૂ. 42,487 કરોડની હતી, જે વાર્ષિક ધોરણે 24%ની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 દરમિયાન કરાયેલ રૂ. 28,790 કરોડનું ડીસ્બર્સમેન્ટ વાર્ષિક ધોરણે 45%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ દેશભરમાં 990 શાખાઓ સુધી પોતાની હાજરી વિસ્તારી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)