મુંબઈ, 9 મે: એચડીએફસી બેંકે નાણાકીય વર્ષ 2023-2024 માટેના પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી હતી. આ વર્ષે સોશિયલ ઇમ્પેક્ટ આંત્રપ્રેન્યોરશિપના ક્ષેત્રમાં કાર્યરત 41 ઇન્ક્યુબેટરો અને એક્સેલેરેટર્સને ચોક્કસ ફૉકસ ક્ષેત્રોમાં કામ કરી રહેલા 170 સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 19.6 કરોડની કુલ ગ્રાન્ટનો સપોર્ટ પ્રાપ્ત થશે.વર્ષ 2024ની ગ્રાન્ટના ફૉકસ એરીયામાં ક્લાઇમેટ ઇનોવેશન, નાણાકીય સમાવેશન, કૃષિ અને સ્થાયી ગ્રામ્ય અર્થતંત્ર, સુલભ અને પરવડે તેવી આરોગ્ય સારવાર, શિક્ષણ અને આજીવિકામાં વધારો, જાતિય વૈવિધ્યતા અને સમાવેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જે સ્ટાર્ટ-અપ્સને ગ્રાન્ટ્સ પ્રાપ્ત થઈ છે, તે ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા જેવા વિવિધ રાજ્યોમાંથી આવે છે, જેમાં પણ મહારાષ્ટ્રમાંથી આવા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા સૌથી વધારે છે. આ 170 સ્ટાર્ટ-અપ્સમાંથી અડધાથી વધારે સ્ટાર્ટ-અપ્સ 60 જેટલા ટિયર 2/3  શહેરોના છે.

HDFC BANKના સીએસઆર હેડ સુશ્રી નુસરત પઠાનએ જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક સહયોગો અને લક્ષિત રોકાણો મારફતે અમારો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોના ઇનોવેટિવ સોશિયલ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવાનો અને તેમના પ્રભાવને વધારવાનો છે અને આખરે સૌ કોઈ માટે વધુને વધુ સ્થાયી અને સમાવેશી ભવિષ્યનું નિર્માણ કરવામાં યોગદાન આપવાનો છે.

અમે અગ્રણી અને ઉભરી રહેલા ઇન્ક્યુબેટરોને ગ્રાન્ટ્સ આપીએ છીએ, જેમ કે, આઇઆઇટી મદ્રાસ ખાતે આવેલ એચટીઆઇસી, આઇઆઇટી રોપર ખાતે આવેલ અવધ, ટી-હબ (હૈદરાબાદ), એફઆઇટીટી – આઇઆઇટી દિલ્હી, આઇઆઇએસઇઆર (કોલકાતા) ખાતે આવેલ રાઇઝ ફાઉન્ડેશન, વીજેટીઆઈ (મુંબઈ), ફોર્જ ફોરવર્ડ (કોઇમ્બતુર), એનઆઇએફટીઇએમ (કિંડલી) ખાતે આવેલ એનટીઆઇબીઆઇએફ વગેરે. આ વર્ષના કેટલાક હાઈ-ઇમ્પેક્ટ ટ્રેક્સને આરબીઆઈ-એચ, એમઓએફપીઆઈ, એનએસડીસી અને ગોવા સ્ટાર્ટ-અપ મિશન જેવી નોડલ એજન્સીઓની સાથે વિકસાવવામાં આવ્યાં છે. આ ઇન્ક્યુબેટરો મારફતે ગ્રાન્ટ્સ પ્રાપ્ત કરનારા સ્ટાર્ટઅપ્સમાં અર્થતંત્રમાં નોંધપાત્ર આર્થિક મૂલ્યનું સર્જન કરીને સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ દર્શાવનારા નવીન સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે.

HDFC BANKના ટ્રેઝરીના ગ્રૂપ હેડ અરૂપ રક્ષિતએ જણાવ્યું હતું કે, અમે ઇન્ક્યુબેટરો અને એક્સેલેરેટર્સને સમર્થન પૂરું પાડીને પણ ભારતમાં સમગ્ર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા અને સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છીએ. HDFC BANK પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ મારફતે અમારો ઉદ્દેશ્ય અર્થપૂર્ણ પ્રભાવ પાડવા અને સૌ કોઈ માટે ઉન્નત ભવિષ્યનું નિર્માણ કરવા આ નવા ઉદ્યમોનું સશક્તિકરણ કરવાનો છે.વર્ષ 2017માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં આ પહેલ સમગ્ર દેશના 120થી વધારે ઇન્ક્યુબેટરોમાંથી ચૂંટવામાં આવેલા 400થી વધારે સ્ટાર્ટ-અપ્સને નોંધપાત્ર સપોર્ટ પૂરી પાડી ચૂકી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)