બીકન ટ્રસ્ટીશીપનો IPO 28 મેએ ખુલશે, પ્રાઇઝબેન્ડ રૂ. 57-60
અમદાવાદ, 23 મે: ડિબેન્ચર ટ્રસ્ટી બીકન ટ્રસ્ટીશીપ લિમિટેડનો આઇપીઓ તા. 28 મેએ ખૂલી રહ્યો છે. ઇશ્યૂ તા. 30 મેએ બંધ થશે. આઇપીઓની શેરદીઠ પ્રાઇસબેન્ડ રૂ. 57-60 રાખવામાં આવી છે. એન્કર પોર્શન 27 મેએ ખૂલશે. કંપની એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. લોટ સાઇટ 2,000 ઇક્વિટી શેર્સનો રહેશે. આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 15.48 લાખ ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ અને 38.72 લાખનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઓફર ફોર સેલમાં પરસાના એનાલિટિક્સ લિમિટેડ (12.98 લાખ ઇક્વિટી શેર્સ) અને કૌસ્તુભ કિરણ કુલકર્ણી (2.5 લાખ ઇક્વિટી શેર્સ)ની ઓફર છે.
માર્કેટ મેકર માટે 2.72 લાખ ઇક્વિટી શેર્સ, એન્કર ઇન્વેસ્ટર્સ માટે 15.42 લાખ ઇક્વિટી શેર્સ, એચએનઆઇ પોર્શન માટે 7.74 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 10.3 લાખ ઇક્વિટી શેર્સ અને રિટેઇલ (આરઆઇઆઇ) પોર્શન માટે 18.02 લાખ ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે.
લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર તથા કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.
આરએચપી ડોક્યુમેન્ટ મૂજબ કંપની આઇપીઓમાંથી રૂ. 7 કરોડનો ઉપયોગ તેના વર્તમાન બિઝનેસ માટે ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ, રૂ. 6.99 કરોડ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની બીકન ઇન્વેસ્ટર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કરશે, જેથી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટની સેવાઓ શરૂ કરી શકાય તેમજ રૂ. 3.25 કરોડનો ઉપયોગ મુંબઇમાં બોરીવલી ખાતે નવી ઓફિસની ખરીદી અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
મુંબઈ હેડક્વાર્ટર ધરાવતી કંપની સેબી-રજિસ્ટર્ડ ડિબેન્ચર ટ્રસ્ટી છે, જે ડિબેન્ચર ટ્રસ્ટી સર્વિસિસ, સિક્યોરિટી ટ્રસ્ટી સર્વિસિસ, ટ્રસ્ટી ટુ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF), ટ્રસ્ટી ટુ ESOP, સિક્યોરિટાઇઝેશન ટ્રસ્ટી, બોન્ડ જેવા વિવિધ ક્ષેત્રોમાં ટ્રસ્ટીશિપ સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. ટ્રસ્ટીશીપ સેવાઓ, એસ્ક્રો સેવાઓ, સેફકીપીંગ અને અન્ય સંલગ્ન સેવાઓ. તે ઇશ્યુઅર કંપની અથવા એન્ટિટી અને રોકાણકારો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરીને ટ્રસ્ટીશીપ સેવાઓ પ્રદાન કરે છે.
બીકન ટ્રસ્ટીશીપ લિમિટેડની સ્થાપના વર્ષ 2015માં ફર્સ્ટ-જનરેશન આંત્રપ્રિન્યોર પ્રતાપસિંઘ નાથાનીએ કરી હતી, જેનું સંચાલન ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, ફાઇનાન્સ, ડેટ સિન્ડિકેશન અને ફાઇનાન્સિયલ સર્વિસિસમાં બહોળો અનુભવ ધરાવતા પ્રોફેશ્નલ્સ દ્વારા કરાય છે. ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં બે દાયકાના અનુભવ સાથે નાથાની બીકન ટ્રસ્ટીશીપની સ્થાપના પહેલાં વિવિધ અગ્રણી કંપનીઓમાં કાર્યરત હતાં. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 19.92 કરોડની આવક અને રૂ. 5.16 કરોડનો પીએટી નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષે આવક રૂ. 14.81 કરોડ અને પીએટી રૂ. 3.84 કરોડ હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)