જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝએ “જિયોફાઈનાન્સ” એપનું βeta વર્ઝન રજૂ કર્યું
મુંબઈ, 30 મે: જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ. એ “જિયોફાઈનાન્સ“ એપના (βeta મોડમાં) લોન્ચિંગની જાહેરાત કરી છે. આ એપ રોજિંદા નાણાકીય તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારોને ક્રાંતિકારી બનાવતું અત્યાધુનિક પ્લેટફોર્મ છે. આ એપ સીમલેસ રીતે ડિજિટલ બેન્કિંગ, UPI ટ્રાન્ઝેક્શન્સ, બિલ સેટલમેન્ટ, વીમા સલાહકારને એકીકૃત કરે છે તેમજ એકાઉન્ટ્સ અને સેવિંગ્સ પર એક સાથે નજર રાખવાની સુવિધા પૂરી પાડે છે, અને તે બધું જ એક યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ પર.
ઝંઝટમુક્ત નેવિગેશન માટે ડિઝાઈન કરાયેલી “જિયોફાઈનાન્સ“ એપ નાણાકીય ટેકનોલોજી સાથે પરિચિતતાના તમામ લેવલ યુઝર્સને પૂરા પાડશે, જેનાથી માથાકૂટ વિના નાણાનું સંચાલન આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
ભવિષ્યની યોજનાઓમાં લોન સોલ્યુશન્સના વિસ્તરણનો સમાવેશ થાય છે, જેની શરૂઆત મ્યુચ્યુઅલ ફંડ્સ પર લોનથી શરૂ થઈને હોમ લોન્સ સુધી ફેલાશે, જે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પરત્વેની કટિબદ્ધતા દર્શાવે છે.
“જિયોફાઈનાન્સ” દ્વારા હંમેશા વિશ્વાસ, સંલગ્નતા અને પારદર્શિતાને પ્રાથમિકતા અપાય છે, જેના હેઠળ ડિજિટલ બેન્કિંગ અનુભૂતિને નવપલ્લિત કરવા સતત સુધારા માટે યુઝર ફીડબેક લેવાય છે. આના મહત્ત્વના ફીચર્સમાં ઈન્સ્ટન્ટ ડિજિટલ એકાઉન્ટ ખોલવા તેમજ “જિયો પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ“ ફીચર વડે સરળ બેંક સંચાલનની સુવિધાનો સમાવેશ થાય છે.
ગ્રાહકોની સંતુષ્ઠિ સુનિશ્ચિત કરવા, “જિયોફાઈનાન્સ“ને બીટામાં લોંચ કરાશે, અને સુધારા માટે યુઝર ઈનપુટ આમંત્રિત કરાશે.
“બજારમાં ‘જિયોફાઈનાન્સ’ એપ પ્રસ્તુત કરીને અમે રોમાંચિત છીએ. આ એવું પ્લેટફોર્મ દરેક વ્યક્તિના વર્તમાન ફાઇનાન્સ નિયમનને બદલવાનો ઉદ્દેશ ધરાવે છે. અમારો અંતિમ ધ્યેય તમામ પ્રદેશોમાંના કોઈ પણ યુઝર માટે એક જ પ્લેટફોર્મ પર તેમની નાણાકીય બાબતોને લગતી તમામ બાબતોને સરળીકૃત કરવાનો છે, જેના હેઠળ ધિરાણ, રોકાણ, વીમા, પેમેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન્સ જેવી પ્રસ્તુતિઓને સર્વગ્રાહી સ્વરૂપે પ્રસ્તુત કરાશે તેમજ નાણાકીય સેવાઓને વધુ પારદર્શી, પોષાય તેવી અને ઝડપી બનાવાશે,” એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)