SELL IN MAY AND GO AWAY: કહેવતને ખોટી પાડી સેન્સેક્સમાં મે માસમાં 521 પોઇન્ટનું કરેક્શન
MAYમાં સેન્સેક્સની સાપ-સીડી
એપ્રિલ અંત | મે ખુલ્યો | ઓલટાઇમ હાઇ | મે ઘટી | મે બંધ | ઘટાડો | ઘટાડો% |
74482 | 74392 | 76010 | 71866 | 73961 | -521 | -0.70 |
અમદાવાદ, 31 મેઃ મે માસના છેલ્લા દિવસે સેન્સેક્સે 75.71 પોઇન્ટના સાધારણ સુધારા સાથે છેલ્લા પાંચ દિવસની એકધારી મંદીના ચાલને બ્રેક મારવા સાથે 73961.31 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે SELL IN MAY AND GO AWAY: કહેવતને ખોટી પાડી સેન્સેક્સમાં મે માસમાં 521 પોઇન્ટનું સાધારણ કરેક્શન નોંધાવ્યું છે. જોકે, મે માસ દરમિયાન સેન્સેક્સે 76010 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી હોવા છતાં માર્કેટમાં સેન્ટિમેન્ટ નેગેટિવ અને સ્ટોક સ્પેસિફિક રહ્યું હતું. કારણ કે ઇન્ટ્રા-મન્થ વોલેટિલિટીમાં સેન્સેક્સ એક તબક્કે ઘટી 71866 પોઇન્ટ થઇ ગયો હતો.
તા. 1લી જૂનના લોકસભા ચૂંટણીના વર્તારા જાહેર થવા ઉપરાંત તા. 4થી જૂને ચૂંટણી પરીણામને ધ્યાનમાં રાખીને માર્કેટમાં સાવચેતીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સાથે સાથે ચોમાસાની એક્ટિવિટી ઉપર પણ માર્કેટની વોચ રહી છે. જોકે સ્ટોક સ્પેસિફિક ચાલમાં આજે અદાણી જૂના શેર્સમાં ઇન્ટ્રા-ડે 10 ટકા ઉપરાંત સુધારો નોંધાયો હતો. જોકે, છેલ્લે પ્રોફીટ બુકિંગ છતાં તમામ શેર્સમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.
નિફ્ટી 42 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 22,530.70 પર હતો. સાપ્તાહિક ધોરણે BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 લગભગ 2 ટકા ઘટ્યા છે.
નિફ્ટીના મુખ્ય સુધરેલા શેર્સ | નિફ્ટીમાં મુખ્ય ઘટેલા શેર્સ |
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલ | ડિવિસ લેબ્સ, નેસ્લે ઈન્ડિયા, એલટીઆઈએમઇન્ડટ્રી, મારુતિ સુઝુકી અને ટીસીએસ |
સેક્ટોરલ્સ એટ એ ગ્લાન્સઃ સેક્ટરમાં મેટલ, પાવર, ટેલિકોમ, રિયલ્ટી 1-2 ટકા જ્યારે મીડિયા, એફએમસીજી હેલ્થકેર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ 0.3-1 ટકા ઘટ્યા છે. BSE મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.8 ટકા વધ્યો હતો.
130 શેર્સ પહોંચ્યા વર્ષની નવી ટોચે
BSE પર બ્લુ સ્ટાર, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ઈમામી, ફોર્ટિસ હેલ્થકેર, ગ્લેક્સોસ્મિથક્લાઈન ફાર્માસ્યુટિકલ્સ, ગોદાવરી પાવર, જે કુમાર ઈન્ફ્રા, જિંદાલ સ્ટેનલેસ, જ્યુપિટર વેગન્સ, કેએનઆર કન્સ્ટ્રક્શન, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, ઓબેરો, ટીવીએસ હોલ્ડિંગ્સ સહિત 130 શેરો તેમની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
ADANI GROUPના શેર્સ ફરી લાઇમ લાઇટમાં
COMPANY | CLOSE | RISE (Rs.) | RISE % |
ADANI ENT. | 3411.45 | 218.35 | 6.84 |
ADANI PORTS | 1437.70 | 54.30 | 3.93 |
ADANI POWER | 756.65 | 58.45 | 8.37 |
ADANI ENERGY | 1122.80 | 25.85 | 2.36 |
ADANI GREEN | 1915.25 | 41.00 | 2.19 |
ADANI TOTAL GAS | 1039.15 | 83.20 | 8.70 |
ADANI WILMAR | 355.85 | 11.40 | 3.31 |
ACC | 2546.15 | 50.35 | 2.02 |
AMBUJA CEMENT | 634.30 | 15.60 | 2.52 |
NDTV | 248.00 | 17.95 | 7.80 |
શુક્રવારે અદાણી ગ્રૂપના તમામ 10 શેરોમાં ઉછાળો આવ્યો હતો, જેના કારણે માર્કેટ કેપિટલાઇઝેશન (mcap)માં સામૂહિક રીતે રૂ. 1 લાખ કરોડથી વધુનો સુધારો થયો હતો. વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારની ત્રીજી મુદત માટે પુનઃચૂંટણી બાદ સામાન્ય બજારના આશાવાદને કારણે આ વધારો થયો હતો.
તાજેતરમાં, સ્નોકેપ રિસર્ચએ ચેતવણી આપી હતી કે અદાણી ગ્રીન એનર્જી, ગૌતમ અદાણીના સમૂહનો એક ભાગ છે, નાણાંને મજબૂત કરવા માટે શેર ઇશ્યૂ વિના વૃદ્ધિ લક્ષ્યો ગુમાવવાનું જોખમ ધરાવે છે. ઘટતા વળતરના લક્ષ્યાંકો અને ઋણ ખર્ચમાં વધારો થવાથી, અદાણી ગ્રીન તેના 2030 રિન્યુએબલ એનર્જી ધ્યેયને ભંડોળ પૂરું પાડવા માટે સંઘર્ષ કરી શકે છે. સ્નોકેપનો અંદાજ છે કે અદાણી ગ્રીન વધારાની મૂડી વિના માત્ર તેની અડધા ભંડોળની જરૂરિયાતોને પૂરી કરી શકે છે અને 2021માં જાહેર કરાયેલા 17% લક્ષ્યને બદલે 11-12% વળતર આપશે. અદાણી ગ્રીને આ દાવાઓને પાયાવિહોણા અને હકીકતમાં અચોક્કસ ગણાવ્યા હતા. અદાણી ગ્રીનના શેર શરૂઆતમાં ઘટ્યા હતા પરંતુ પાછળથી ભારે વોલેટિલિટી વચ્ચે સુધારો નોંધાવ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)