MARKET LENS: નિફ્ટી શોર્ટ રનમાં 23000 ક્રોસ કરે કે 22000 તોડી પણ શકે
અમદાવાદ, 3 જૂનઃ એક્ઝિટ પોલ્સે એનડીએ સરકાર સત્તામાં આવવાના સંકેત આપ્યા પછી, નિષ્ણાતો કહે છે કે નિફ્ટી 23000 સુધી પહોંચે તેવી શક્યતા છે, ત્યારબાદ 23200- 22400-22,300 પર મજબૂત સપોર્ટ જણાય છે. પાંચ દિવસના કરેક્શન બાદ માર્કેટમાં શુક્રવારે સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી 31 મેના રોજ બંધ થયેલા બીજા સત્ર માટે 22450ના સ્તરથી ઉપર ટકી રહ્યો હતો.
રિલાયન્સ સિક્યુરિટિઝના ડેઇલી રિસર્ચ રિપોર્ટ અનુસાર ટેકનિકલી નિફ્ટીએ ફ્લેટ ટૂ નેગેટિવ એક્સપાયરી સાથે બંધ આપીને માર્કેટમાં સાવચેતીનો સૂર વ્યક્ત કર્યો હતો. પરંતુ નવી મન્થ એક્સપાયરીની શરૂઆત ધમાકેદાર થઇ શકે છે. જેમાં નિફ્ટી 22400 પોઇન્ટ જાળવવા સાથે 23000 તરફની આગેકૂચ કેટલી સ્પીડથી કરે છે તે જોવાનું રહેશે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સોમવાર માટે સાઇડમાં રહી શકે છે. એકવાર 26500 ક્રોસ થઇ ગયું તો શોર્ટકવરિંગની શક્યતા પણ એટલી જ મજબૂત રહેશે. નિફ્ટી માટે સપોર્ટ 22369- 22248 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22657- 22826 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
નિફ્ટી માટે રેઝિસ્ટન્સ: 22622- 22,666 અને 22739 નિફ્ટી માટે સપોર્ટઃ 22478- 22433 અને 22361
બેન્ક નિફ્ટી માટે રેઝિસ્ટન્સ: 49103- 49234 અને 49,445 બેન્ક નિફ્ટી માટે સપોર્ટઃ 48680- 48550 અને 48338
STOCKS TO WATCH: LARSEN, RELIANCE, HDFCBANK, ICICIBANK, ADANIGREEN, ADANIPOWER, RVNL, TCS, JIOFINANCE, ADANIENT
SECTORS TO WATCH: IT, TECHNOLOGY, OIL ENERGY, PSU, BANKS
ઇન્ડિયા VIX: વોલેટિલિટી ઉંચી થઈ ગઈ અને નજીકમાં બે વર્ષની નવી ટોચે પહોંચી, સંભવતઃ ચૂંટણી પરિણામો પહેલા બુલ્સને સાવચેત રહેવા વિનંતી કરી હતી.. ઈન્ડિયા VIX1.77 ટકા વધીને 24.60 પર પહોંચ્યો, જે 25 મે, 2022 પછીનું સર્વોચ્ચ બંધ સ્તર છે. સાપ્તાહિક સમયમર્યાદા પર, ઈન્ડેક્સ સતત 5 અઠવાડિયા સુધી તેનો અપટ્રેન્ડ ચાલુ રાખીને 13.32 ટકા ઉપર હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)